(ગઈકાલે “માનવતાની મિસાલ” લેખમાં જે વ્યક્તિનો ઉલ્લેક છે, એ વ્યક્તિ અને એના કુટુંબ વિષે આંગણાંના મુલાકાતીઓ વધારે જાણી શકે, એટલા માટે એમની દિકરીએ લખેલો આ લેખ આજે રજૂ કરૂં છું. મનુષ્યના જીવનમાં માત્ર D.N.A. જ નહીં પણ વાતાવરણ પણ ભાગ ભજવે છે, એનું આ એક ઉદાહરણ છે. એટલે જ મેં આ લેખને D.N.A. + શીર્ષક આપ્યું છે.-સંપાદક)
D. N. A. +
મારો જન્મ ૧૭ મી જુલાઈ ૧૯૫૪ માં અમદાવાદમાં ગાંધીવિચાર શરણી ધરાવતાં કુંટુંબમાં થયો હતો. મારા પિતા માણેકલાલભાઈએ બાળપણમાંજ તેમના માતાપિતાની છત્રછાયા ગુમાવેલી છતાં આપબળે જ સામાજિક, ધંધાકિય, ધાર્મિક અને રાજકિય ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા હાંસલ કરી હતી. પપ્પા ગુજરાત કોલેજમાં બીજા વર્ષમાં હતાં ત્યારેજ ગાંધી રંગે રંગાઈ ભણવાનું છોડી “જેલભરો આંદોલન” હેઠળ જેલમાં ગયા હતા. આ દરમ્યાન રાષ્ટ્રિય સ્વયંમસેવક સંધ ના પ્રચારક શ્રી દેશમુખજી ના પરિચયમાં આવ્યા, ને આજીવન સંઘસેવક બની નિ:સ્વાર્થ દેશસેવા કરતા રહ્યા.
સંઘના ગુજરાતનામંત્રી હોવાને નાતે અમારે ધેરશ્રી શૈષાદ્રીજી, શ્રી સિકંદર બખ્તજી, શ્રી અટલબિહારી બાજપાઈજી, શ્રી મુરલી મનોહર જોષીજી, શ્રીઅડવાણીજી, શ્રી નરેન્દ્ મોદીજી જેવા અનેક સંઘના મહાનૂભાવો ની અવરજવર રહેતી.
મારી માતા સૂર્યકાન્તાબેને મોન્ટેસરી કરેલ અને શારદામંદિર જેવી એક અમદાવાદની પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષિકા હતા. મારું બાલમંદિર થી મેટ્રિક સૂધીનું ભણતર શારદામંદિરમાંજ થયું હતું . મારા માતા પિતાનાલગ્ન ખૂબ સાદાઈ થી સૂતરની આંટી પહેરાવી શ્રી રવિશંકર મહારાજ ની હાજરીમાં થયેલ।. શ્રી રવિશંકર મહારાજ પણ અમારે ત્યાં જમવા આવતા, અને હું સાતેક વર્ષની ઉંમરે તેમને રોટલી પીરસતી તેવું આજે પણ મને યાદ છે. મારા કાકા ધીરુભાઈ પટેલ પણ વિનોબાજી સાથે ભૂદાન યજ્ઞમાં જોડાએલ અને દાંડીકૂચમાં પણ ગયેલ।. કાકા ગાંધી સ્મારકનિધિના મંત્રી હતા ને તે ગાંધીઆશ્રમમાંજ રહેતા. ગાંધી આશ્રમમાં નહેરુજી, મોરારજીભાઈ જેવા અનેક નેતાઓ આવતા તો તેમને ગુલાબના ફૂલ અને સૂતરની આંટી પહેરાવવાના અનેક મોકા મને મળ્યા છે.
પપ્પાએ ધંધાની શરુઆત એક નાના પ્રેસથી કરેલ પણ તેમની આગવી સૂઝબૂઝ ને વિશાળ દૃષ્ટિકોણથી અમદાવાદ પ્રિટિંગ એસોસિયેશન અને ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક એસોસિયેશનના વર્ષો સુધી પ્રમુખ રહ્યા હતા. આમ પિતાજીને પ્રેસ હોવાને લીધે પોતાની ચોપડી છપાવવા અને તેમાંથી થયેલ અંગત સંબંધો ને લીધે શ્રી ઊમાશંકર જોષી, પિતાંબર પટેલ, ઈશ્વર પેટલીકર, ભોળાભાઈ પટેલ,પન્નાલાલ પટેલ, રમણભાઈ સોની, નગીનદાસ પારેખ જેવા અનેક લેખકો અને કવિઓની રોજની અવરજવર અમારે ત્યાં રહેતી. આમ ઘરમાં જ લાઈબ્રેરી અને સાહિત્યનો ખોળો ખુંદીને ઉછરવાનો મોકો મળ્યો છે.
મારા પિતા સમાજ સુધારક હોવાને લીધે પટેલોમાં ચાલતી ગોળપ્રથા, દહેજપ્રથા, અને બાળલગ્ન જેવી પ્રથા નાબુદ કરી, સમૂહલગ્નો કરાવતા હતા. મદયમવર્ગની બહેનોને રોજગારી મળે તે માટે ધરતી વિકાસ મંડળની સ્થાપના કરી અને ધરતી માસિક પણ ચાલુ કર્યું હતું, જે આજે પણ ચાલુ છે. ધરતી માસિક અમારે ત્યાં છપાતું એટલે પ્રેસ નું નામ પણ ધરતી મુદ્રણાલય હતું. કુમાર માસિક ચલાવતા બચુભાઈ રાવત પણ પપ્પા ના ખાસ અંગત મિત્ર હતા. તબીબી સુવિધા પૂરી પાડતું કરુણા ટ્રસ્ટ, સદવિચાર પરિવાર, સાધના, ઊઝાં ઊમિયા માતા ટ્રસ્ટ જેવી અનેક સંસ્થા ના પપ્પા ટ્રસ્ટી હોવાથી આ સામાજિક સંસ્થાઓની દરેક પ્રવૃત્તિમાં અમને ભાગ લેવા પ્રોતસાહિત કરતા. અમને સમજાવતા કે પોતાનું પેટ ભરીને તો કૂતરાં બિલાડાં પણ જીવે છે, બીજા ને માટે કોઈ અપેક્ષા વગર કંઈક કરીને જીવો તો જીવેલું સાર્થક બન્યું કહેવાય.
આમ બચપણથી જ સેવા, સાદગી, નિષ્કામકર્મ અને દરેક માનવમાં પ્રેમભાવ અને ઈશ્વરદર્શનના સંસ્કારના સૂચન સાથે હું મોટી થઈ. મારી માતા ખૂબ સારૂ સંસ્કૃત જાણતી. પંદર વર્ષની ઉંમરે તેને ગીતાના જાણવા લાયક બધાજ અધ્યાયના બધા શ્ર્લોક અર્થ સહિત કંઠસ્થ હતા. મારા માતાપિતા હું સમજણી થઈ ત્યારથી દરરોજ સવારે આઠથી નવ એક કલાક સ્વાધ્યાય કરતા. વિદ્વાન સંતો પાસેથી વેદો, ઉપનિષદો, પુરાણો, બ્રહ્મસૂત્ર, નારદભક્તિસ્તોત્ર જેવા અનેક ગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા. આના ફળસ્વરુપે મને પણ સંસ્કૃત પ્રત્યે વિશેષ રુચી રહી છે. મારી માતા જે પણ સંતો પાસેથી જાણતી તેની રોજબરોજ ચર્ચા અમારી સાથે કરતી. મોટા થયા પછી તદરુપાનંદજી, સત્યમિત્રાનંદજી, ડોંગરેજી, મોરારીબાપુ , સચ્ચીદાનંદજી જેવા અનેક વિદ્વાન સંતોની કથા, સદવિચાર પરિવાર ના ટ્રસ્ટી હોવાથી પપ્પા જ સંચાલન કરતા, અને અમે તે અચુક સાંભળીએ તેવો આગ્રહ રાખતા. આ બધા મહાત્માઓ સાથે તેમના નીકટના સંબધ રહેતો. ડોંગરેજીના રામાયણ અને ભાગવત અમારા પ્રેસમાં છપાતા. પપ્પા નજીકના મિત્રો ને સગા સંબંધીઓને તે ભેટ આપતા. આ બધા જ સંતોને નજીકથી જાણવા, મળવા અને અનેક વખત સાંભળવાનો લાભ મને મળ્યો છે. આમ કોલેજમાં પહોંચતા સુધીમાં સાહિત્ય, શાસ્ત્રો અને વેદાંતનું સામાન્ય જ્ઞાન મળી ગયું હતું.
મારી માતા એટલે હાલતુંચાલતું લગ્નબ્યુરો. મમ્મી દર અઠવાડિએ એક લગ્ન અચૂક ગોઠવતી. તે ખાલી પટેલ જ હોય તેવું નહી. માતાના વારસા સ્વરૂપે મેં પણ ઘણા લોકોના લગ્ન કરાવ્યા છે. માતાપિતાની અનેકવિધ સામાજિક પ્રવૃત્તિ ને લીધે વિશાળજન સમુદાય ને જાણવાનો લાભ મળ્યો છે.
શાળામાં હું હમેશાં વકતૃત્વ સ્પર્ધા, ગરબા અને ફોકડાન્સમાં ભાગ લેતી, જે કોલેજકાળ દરમ્યાન પણ ચાલુ રહ્યું. મેટ્રિક ૭૦ ટકા સાથે ૧૯૭૦માં પાસ કરેલ અને મારી ઈચ્છા તો એન.આઈ.ડી કે બરોડા ફાઈનઆર્ટસમાં જવાની હતી. જયંતિ પટેલ “રંગલો” પપ્પાના ખાસ મિત્ર. તેઓ મને તેમની દીકરી જ ગણે. તે મુંબઈ રહેતા, અને દર મહિને અમદાવાદ આવતા. તે મને હંમેશ કહેતા કે “મને તારા માં આર્ટીસ્ટના લક્ષણ દેખાય છે, એટલે તારે કોઈ ક્રિએટીવ લાઇનમાં આગળ ભણવું જોઈએ. પપ્પા ને એન.આઈ.ડી અને બરોડા ફાઈન આર્ટસ નું વાતાવરણ ગમતું નહીં, તેથી મેં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લીધું, અને સાઈકોલોજી અને ગુજરાતી સાથે બી.એ.કર્યું. કોલેજના છેલ્લા વર્ષમાં હતી ત્યારે જ લગ્ન થઈ ગયા. છેલ્લા વર્ષની પરિક્ષા સાસરેથી આપી. મારી આગળ એમ.એ કરવાની ખૂબ ઇચ્છા હતી પરંતુ સંયુક્ત, ગર્ભશ્રીમંત અન રુઢીચુસ્ત પરિવારમાં મારા લગ્ન થયા હતા તેથી તે બિલકુલ શક્ય નહોતુ.
મારા પતિ દિલીપ મારા લગ્ન થયા ત્યારે કાપડનો હોલસેલ નો ધંધો કરતા. અમદાવાદ ભારતનું માંચેસ્ટર, અને દિલીપના બા અને મોટા કાકી બન્ને લશ્કરી સ્વભાવના. બન્ને મુંબઈ જય ફેબ મિલના માલિક ની દીકરીઓ, મફતલાલ અને ભારતવિજય મિલના માલિકો પણ નજીકના સગા, એટલે છ-સાત મિલોની એજન્સી હોવાથી કુટુંબ ધમધોકાર ધંધો કરતું. મુંબઈ ની બરોડા રેયોન, નેશનલ રેયોનની પણ યાર્નની એજન્સી. સંયુક્ત કુટુંબ હોવાથી મહેમાનો ની અવરજવર પણ ખૂબ રહેતી. ધરમાં સાહિત્ય ને કોઈ સમજતું નહીં.
મધ્યમવર્ગીય, સેવાભાવી, સાહિત્યિક, વેદાંતી વિચાર સરણી ધરાવતા કુટુંબમાંથી આવીને તદ્દન જુદા વાતાવરણમાં ગોઠવાતાં ખૂબ અઘરું પડેલું. આ પરિસ્થિતિમાં પણ પપ્પા સમજાવતા કે સરળ પ્રવાહમાં તો બધા તરે, તોફાની દરિયામાં તરે તે ખરો તરવૈયો કહેવાય. દિલીપના ખૂબ સાલસ સ્વભાવ અને મારી દરેક પ્રવૃત્તિમાં તેના સપોર્ટથી જીવન રસસભર રહ્યું. સંયુકત પરિવારમાંથી સત્તર વર્ષ બાદ જેવા છૂટા પડયા કે તરત પોતાની આગવી પ્રતિભા વિકસાવવાની તક મળી ગઈ. પચ્ચીસ વર્ષ પંજાબી ડ્રેસ અને ડીઝાઈનર સાડીનું ‘Nikki’s ‘નામે બુટિક ચલાવ્યું, અને તેની સાથે સાથે બુટિકમાં નવરાશના સમયે રોજ સાહિત્યની ગોષ્ઠી શરુ થઈ ગઈ.
દીકરો નિકેન ઈલેક્ટ્રોનિક એન્જીનીઅરીંગઅને એમ.બી.એ. નીડીગ્રીઓધરાવેછે. મુંબઈમાં ભણીને પહેલું જ પ્લેસમેન્ટ અમેરિકામાં થયું, તેથી વીસ વર્ષથી અમેરિકામાં જ છે. અત્યારે તેની પોતાની આઈ.ટી કંપની છે. પુત્રવધુ પણ G.E. Digital માં ઊંચી પોસ્ટ પર જોબ કરે છે. દીકરી ધ્વનિએ M.Sc. આઈ.ટી માં કરી ન્યુયાોર્ક થી M.B.A કર્યું છે. તે ન્યુયોર્કમાં જ જોબ કરે છે. જમાઈ Abi verghese ફિલ્મ ડિરેક્ટર છે, જે ઇંગ્લિશ, હીન્દી અને મલયાલમ ટી.વી સિરીયલ અને ફિલ્મ બનાવે છે. આમ બાળકો અહીં સેટલ થયા હોવાથી દસ વર્ષથી અમે બન્ને પણ અમેરિકામાં રહીએ છીએ . સાહિત્યમાં ઊંડો રસ છે. જીવન અનેક જાતના વળાંકોમાંથી પસાર થયું છે. હાલમાં લખવાની શરુઆત કરી છે, આ સફર હવે અટકવાની નથી. અંદર તો દરિયો ઉમટેલો છે, એને ઉલેચવાનો છે. ધરમાં નાના મોટા પ્રસંગો નિમિત્તે ,પપ્પા ના પ્રેસની ષષ્ઠીપૂર્તિ, માતપિતા ના મૃત્યુ પછી બહાર પડેલ ધરતી, સાધના જેવા અંકોમાં લેખ લખવાનું બન્યું છે, પણ ખરી શરુઆત તો અમેરિકા આવ્યા બાદ જ થઈ છે.
ભગવાન ની કૃપા થી જીવનમાં માંગતા પહેલા ઘણું મળી ગયું છે, પરતું એક વાત નું દુ:ખ હમેશાં રહેશે કે પપ્પા ની ઇચ્છા હતી કે નિવૃતિ દરમ્યાન એમની ઊભી કરેલ સંસ્થાઓમાં, કે બીજે ક્યાં પણ નિ:સ્વાર્થ સેવા કરીએ, પરંતુ દેશ છોડીને આવવાથી તે શક્ય ન બન્યું.
જીવન માં કોઈપણ પરિસ્થિતિ હોય તેમાં હસતા રહો, દરેક વ્યક્તિ ભગવાન નું જ સર્જન છે, તેથી નાતજાત, દેશ-પ્રાંત કે ધર્મના ભેદ વગર બધા ને પ્રેમ કરો. કુટુંબ, મિત્રો અને સમાજમાંની દરેક વ્યક્તિ જેવી છે તેવી તેને સ્વીકારી લો, સામેની વ્યક્તિ ને બદલવાનો પ્રયત્ન કરવાને બદલે પોતે બદલાવા કોશિશ કરો. નિ:સ્વાર્થ સેવાથી જીવનમાં અનોખો આનંદ ને આત્મ સંતોષ મળે છે.
ગજબનાક જીવન યાત્રા. મૂળ અમદાવાદી હોવાના નાતે મારાં પણ ગામ-બહેન ! એમની જીવનકથનીની જાણ કરવા માટે પી.કે.નો દિલી આભાર.
————-
‘નિવૃતિ દરમ્યાન એમની ઊભી કરેલ સંસ્થાઓમાં, કે બીજે ક્યાં પણ નિ:સ્વાર્થ સેવા કરીએ, પરંતુ દેશ છોડીને આવવાથી તે શક્ય ન બન્યું.’
ઈ-વિદ્યાલયને માટે જિગીષાબહેન એકદમ ‘ફીટ’ વ્યક્તિ છે. બાળકો/ કિશોરો માટે તેમના કાર્યક્ષેત્રના અનુભવનો લાભ આપવા હૃદયપૂર્વકનું ઈજન છે. ખાસ કરીને ‘હોબી’ વિભાગ માટે લખનારા ગુજરાતીમાં ખાસ નથી. એ આખો વિભાગ બહેન સંભાળી લે, તેવી આરજૂ છે.
જિગીષા દિલિપ પટેલનું લખાણ અને તેના સંદેશાનો મર્મ કરોડો રુપિયાનો કહેવાય….
બાળપણ અને યુવા જીંદગીના ઉછેરની વાતો અને જીવનનું ઘડાવું જે રરીતે થયેલું તે અને લગ્ન બાદના જીવનના વહેણો તદ્ ન જુદા. . આ જીવનનો અનુભવ…સત્ય છે. મોરારીબાપુની કથામાં આ નહિ મળે…બાળકોની જીંદગી ઘડવાના લેશનો મોરારીબાપુ કે બીજા કોઇપણ કથાકાર કે કહેવાતા સંતોના સંદેશામાં નહિ મળે.
આ લેખને…સત્યતાના લેખને બને અેટલો વઘુ વ્યાપ મળે તેવું થાય તો આનંદ થશે.
હવે લેખીકાઅે દરિયો ઉલેચવો છે…..શરુ થઇ જાવ….પીપાસુઓ અનેક છે.
અમૃત હઝારી.
-‘જીવન માં કોઈપણ પરિસ્થિતિ હોય તેમાં હસતા રહો, દરેક વ્યક્તિ ભગવાન નું જ સર્જન છે, તેથી નાતજાત, દેશ-પ્રાંત કે ધર્મના ભેદ વગર બધા ને પ્રેમ કરો. કુટુંબ, મિત્રો અને સમાજમાંની દરેક વ્યક્તિ જેવી છે તેવી તેને સ્વીકારી લો, સામેની વ્યક્તિ ને બદલવાનો પ્રયત્ન કરવાને બદલે પોતે બદલાવા કોશિશ કરો. નિ:સ્વાર્થ સેવાથી જીવનમાં અનોખો આનંદ ને આત્મ સંતોષ મળે છે.’સર્વધર્મસાર જેવી વાત …જીવનમા પ્રસન્નતા જરુર લાવે
‘નિવૃતિ દરમ્યાન એમની ઊભી કરેલ સંસ્થાઓમાં, કે બીજે ક્યાં પણ નિ:સ્વાર્થ સેવા કરીએ, પરંતુ દેશ છોડીને આવવાથી તે શક્ય ન બન્યું.’
બીજી રીતે જોઇએ તો હવે વોશ્વસેવાની તક મળી
જિગીષાબેન તમારે મુખે તમારી વાતો સાંભળી છે પણ તમારો લેખ વાંચી એકદમ મુગ્ધ થઇ ગઈ. ઘણી સરસ જિંદગી ઈશ્વરે તમને આપી છે દિલીપભાઈને હું મળી ચુકી છું તમારું જીવન ધન્ય છે અને એ માબાપને પણ ધન્ય છે જેને તમને આટલું સંસ્કારી જીવન આપ્યું। બધા માબાપ આ રીતે બાળકનો ઉછેર કરે તો વિશ્વમાં હર જગાએ શાંતિ હોય તમે નસીબદાર છો કે આટલા બધા મહાનૂભવો ને ઓળખો છો અને સંપર્કમાં રહી ચૂક્યા છો વ્યકતિ એની દોસ્તી થી ઓળખાઈ છે એમ હું માનું છું અને મને તમારી દોસ્ત તરીકે ઓળખાવું ખૂબ ગમે છે આભાર દાવડા સાહેબ આ લેખ માટે !!
આજે ૪૮ વર્ષથી હું તને જે રીતે જાણું છું . આજનું તારા માટેનું પરિચય લખાણ તું જે છે એને એકદમ બરાબર રીતે વ્યક્ત કરે છે.
તારી સફળતાથી હું પણ તારા જેટલી જ ખુશ છું.
જિગીષાબેન સારા વિચારો અને સારા સંસ્કાર ક્યાંય સંતાઈને રહેતા નથી,…. જ્યારથી તમારા પરિચયમાં આવી છું ત્યારથી એક વાત શીખી છું કે બીજાને ઉતારીને તમે તમારી આંગળી ઊંચી કરી નથી, દરેક વ્યક્તિ ભગવાન નું જ સર્જન છે, તેથી નાતજાત, દેશ-પ્રાંત કે ધર્મના ભેદ વગર બધા ને પ્રેમ કરો. કુટુંબ, મિત્રો અને સમાજમાંની દરેક વ્યક્તિ જેવી છે તેવી તેને સ્વીકારી લોજીવન માં કોઈપણ પરિસ્થિતિ હોય તેમાં હસતા રહો,,
આપના પિતાશ્રી માણેકલાલભાઈને હું સારી રીતે ઓળખું છું. તેઓને હું મારા બોસ લક્ષ્મીકાંત ભગુભાઈ જેઓ ધરતી માસિકના પ્રમુખ હતા અમારી નેશનલ ચેમ્બર્સની ઓફિસે મીટીંગોમાં એમને ઘણીવાર મળવાનું થતું હતું. આપ એમનાં દીકરી છો અને અહીં અમેરિકામાં છો એ જાણીને ખુબ આનદ થયો.માણેકલાલભાઈ એ સમાજ માટે ખુબ ઉત્સાહથી કામ કર્યું હતું.ધરતી માસિકમાં મારા લેખો પ્રગટ
થયા છે .

LikeLiked by 2 people

LikeLiked by 1 person
દાવડા સાહેબ,સુરેશભાઈ અનેઅમૃતભાઈ આપનો હ્રદયપૂર્વક આભાર.સુરેશભાઈ આપના જેવા વડીલ ભાઈ મેળવીને ધન્યતા અનુભવી રહી છું.ઈ-વિધ્યાલય ના આમંત્રણ માટે આભાર.
LikeLike
-‘જીવન માં કોઈપણ પરિસ્થિતિ હોય તેમાં હસતા રહો, દરેક વ્યક્તિ ભગવાન નું જ સર્જન છે, તેથી નાતજાત, દેશ-પ્રાંત કે ધર્મના ભેદ વગર બધા ને પ્રેમ કરો. કુટુંબ, મિત્રો અને સમાજમાંની દરેક વ્યક્તિ જેવી છે તેવી તેને સ્વીકારી લો, સામેની વ્યક્તિ ને બદલવાનો પ્રયત્ન કરવાને બદલે પોતે બદલાવા કોશિશ કરો. નિ:સ્વાર્થ સેવાથી જીવનમાં અનોખો આનંદ ને આત્મ સંતોષ મળે છે.’સર્વધર્મસાર જેવી વાત …જીવનમા પ્રસન્નતા જરુર લાવે
‘નિવૃતિ દરમ્યાન એમની ઊભી કરેલ સંસ્થાઓમાં, કે બીજે ક્યાં પણ નિ:સ્વાર્થ સેવા કરીએ, પરંતુ દેશ છોડીને આવવાથી તે શક્ય ન બન્યું.’
બીજી રીતે જોઇએ તો હવે વોશ્વસેવાની તક મળી
LikeLike
પ્રજ્ઞાબેન ,આભાર,આપે એકદમ સાચીવાત કરી કે હવે વિશ્વસેવાની તક મળી.🙏
LikeLike
જિગીષાબેન તમારે મુખે તમારી વાતો સાંભળી છે પણ તમારો લેખ વાંચી એકદમ મુગ્ધ થઇ ગઈ. ઘણી સરસ જિંદગી ઈશ્વરે તમને આપી છે દિલીપભાઈને હું મળી ચુકી છું તમારું જીવન ધન્ય છે અને એ માબાપને પણ ધન્ય છે જેને તમને આટલું સંસ્કારી જીવન આપ્યું। બધા માબાપ આ રીતે બાળકનો ઉછેર કરે તો વિશ્વમાં હર જગાએ શાંતિ હોય તમે નસીબદાર છો કે આટલા બધા મહાનૂભવો ને ઓળખો છો અને સંપર્કમાં રહી ચૂક્યા છો વ્યકતિ એની દોસ્તી થી ઓળખાઈ છે એમ હું માનું છું અને મને તમારી દોસ્ત તરીકે ઓળખાવું ખૂબ ગમે છે આભાર દાવડા સાહેબ આ લેખ માટે !!
LikeLiked by 1 person
Jigisha- bahen bio pic like from beginning to end – as sureshbhai said specially I too born in Ahmedabad so specially proud of JDP…
LikeLike
જિગિષા,
આજે ૪૮ વર્ષથી હું તને જે રીતે જાણું છું . આજનું તારા માટેનું પરિચય લખાણ તું જે છે એને એકદમ બરાબર રીતે વ્યક્ત કરે છે.
તારી સફળતાથી હું પણ તારા જેટલી જ ખુશ છું.
LikeLiked by 1 person
સપનાબેન,mhthaker bhaiઅને રાજુ તમારા મારા પરના આટલા પ્રેમ ને અહોભાવ થી ખૂબ આનંદની લાગણી અનુભવું છું.મને પણ તમારી દોસ્ત હોવાનો ખૂબ ગર્વ ને આનંદ છે.આભાર
LikeLike
જિગીષાબેન સારા વિચારો અને સારા સંસ્કાર ક્યાંય સંતાઈને રહેતા નથી,…. જ્યારથી તમારા પરિચયમાં આવી છું ત્યારથી એક વાત શીખી છું કે બીજાને ઉતારીને તમે તમારી આંગળી ઊંચી કરી નથી, દરેક વ્યક્તિ ભગવાન નું જ સર્જન છે, તેથી નાતજાત, દેશ-પ્રાંત કે ધર્મના ભેદ વગર બધા ને પ્રેમ કરો. કુટુંબ, મિત્રો અને સમાજમાંની દરેક વ્યક્તિ જેવી છે તેવી તેને સ્વીકારી લોજીવન માં કોઈપણ પરિસ્થિતિ હોય તેમાં હસતા રહો,,
LikeLike
સુ.શ્રી જીગીષાબેન,
આપના પિતાશ્રી માણેકલાલભાઈને હું સારી રીતે ઓળખું છું. તેઓને હું મારા બોસ લક્ષ્મીકાંત ભગુભાઈ જેઓ ધરતી માસિકના પ્રમુખ હતા અમારી નેશનલ ચેમ્બર્સની ઓફિસે મીટીંગોમાં એમને ઘણીવાર મળવાનું થતું હતું. આપ એમનાં દીકરી છો અને અહીં અમેરિકામાં છો એ જાણીને ખુબ આનદ થયો.માણેકલાલભાઈ એ સમાજ માટે ખુબ ઉત્સાહથી કામ કર્યું હતું.ધરતી માસિકમાં મારા લેખો પ્રગટ
થયા છે .
LikeLike
બહુ સુંદર લેખ છે.
LikeLike