(Image Publications દ્વારા ટુંક સમયમાં પ્રકાશિત થનારા પુસ્તક “મારો શત્રુ”માંથી શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટનો આ લેખ સાભાર લેવામાં આવ્યો છે.)
મારો શત્રુઃ
આજે તો હવે “મારો શત્રુ” આર્ટીકલ મોકલવાની છેલ્લી તારીખ પણ આવી ગઈ! આજની તારીખ પૂરી થાય તે પહેલાં, સમયસર આ લેખ મોકલવા માટે, મારી પાસે છેલ્લા ચાર કલાક જ બચ્યા છે! આ વિષય તો બે-એક મહિનાથી આપેલો હતો અને એ પણ ગાઈડ લાઈન સાથે, પણ, મને હતું કે એવું કઈંક સરરિયલ-અતિવાસ્તવવાદ-ના રુપે લખું ને આ અલગ લખવાની લ્હાયમાં, છેલ્લો દિવસ પણ આવી ગયો! પણ, કઈંક અલગ અને અફલાતૂન શું લખવું, એ મને સૂઝતું જ નહોતું! હું અસંમજંસમાં હતી “સરરિયાલિઝમ” – અતિવાસ્તવવાદ- અનુસરીને આ લેખ/નિબંધ કઈ રીતે લખું? (સરરિયાલિઝમનોઅર્થઃઅતિવાસ્તવવાદ; અતિયથાર્થતાવાદ; તાર્કિકક્રમનીઅવગણનાકરી, સ્વપ્નઅનેઅવચેતનનેપ્રાધાન્યઆપીચિત્તનાકોઈકખૂણેપડેલાસંકુલભાવોનેવિલક્ષણકલ્પનરીતિમાંઅભિવ્યક્તકરવાનોઆગ્રહધરાવતોમત)
એકવાર તો થયું, કે, રાગ, દ્વેષ, ક્રોધ, મોહ અને પૂર્વગ્રહ જેવા માણસમાત્રના દુશ્મન વિષે લખું પણ હવે, સરરિયાલિઝમની સાથે, મને તાલાવેલી એ જાણવાની હતી કે ખરેખર, કોણ છે મારો શત્રુ? શું મારા શત્રુઓ આ દુનિયામાં છે? જો છે તો ક્યાં છે, કેટલી સંખ્યામાં છે? જો એકથી વધુ હોય તો? મારે આ શોધ તો કરવી જ રહી! શત્રુઓ મારી ઊંઘ ઊડાડે એ પહેલાં મારા શત્રુની શોધ કરવાના વિચારે જ મારી નિદ્રા હરામ થઈ ગઈ! કાશ, મને એક જ વેરી એવો મળી જાય કે જેના પર લખેલો લેખ વાંચનારાઓને થાય કે, “વાહ, દુશ્મન હોય તો આવો હોય, એકદમ રોયલ, વાઈસરોય જેવો! આવા દુશ્મન ઉપર તો દોસ્તી પણ કુરબાન!” પણ, ફરી પાછો એ જ મિલીયન ડોલર્સ ક્વેશ્ચન, ‘જેની દુશ્મની ખુલ્લંખુલ્લા જગત સામે મૂકતાં ગૌરવ અનુભવી શકાય, એવો મારો દુશ્મન ક્યાંક હશે ખરો?’ સમય ઓછો હતો એટલે મેં નક્કી કર્યું કે મારા કુટુંબીઓ અને સ્નેહી મિત્રોની મદદ માગવી. મેં મારા સંતાનોને પૂછ્યું, “તમને શું લાગે છે કે મારો એવો કોઈ “એનીમી” છે જેના વિષે હું, સરરિયાલિઝમની શૈલીમાં આલેખન કરી શકું?” એમણે બે-પાંચ મિનિટ, “મગજમારી” (એમની ભાષામાં “Brainstorming”!) કરીને, સામો સવાલ અંગ્રેજી- મિક્સ ગુજરાતીમાં પૂછ્યો, “મમ્મી, આ એનીમી લાઈફના ક્યા પિરિયડમાં હોવો જોઈએ? યોર ચાઈલ્ડહુડ, ટીનએજ, યુથ, એડલ્ટ લાઈફ અથવા કોન્સટંટ, લાઈફના દરેક સ્ટેજમાં કાયમ રહ્યો હોય એવા એનીમી પર જ લખવાનું?” હું આ સવાલથી વધુ ગૂંચવાઈ ગઈ! પણ, કઈં વાંધો નહીં, સવાલ વાજબી છે. આ પ્રશ્નને મેં મારી લેખ વિષેની “સંશોધન નોટ્સ”માં પ્રશ્ન લખી લીધો જેથી આ સવાલનો જવાબ મારા નિબંધમાં આપી શકું!
હવે શું કરું? મારા પતિ, વિનુ હયાત હોત તો નક્કી એમની સાથે આ વિષયની ચર્ચા કરી શકત અને એમની પાસેથી કઈંક તો “ઈન સાઈટ” મળી શકત! છેલ્લે કઈં નહીં તો, એમની સાથે ઝઘડો કરીને મારું પોતાનું ફ્રસ્ટ્રેશન તો કાઢી જ શકત! અચાનક, મને મારી સૌથી નાની નણંદ યાદ આવી. અમે નણંદ-ભોજાઈ કરતાં પણ વિશેષ મિત્રો છીએ. મારા નણંદ-નણદોઈ અને એમના સંતાનો છેલ્લા થોડા વર્ષોથી સાન ફ્રાન્સિસ્કો મુવ થઈ ગયા છે.
મેં એને ફોન કર્યો, બધી વિગતો આપી અને પૂછ્યું, “આપણે ૪૫ વરસોથી આટલા સરસ સંબંધો સાચવીને જીવ્યા છીએ. એકમેકના જીવન અને સંજોગોથી પરિચિત છીએ. તને શું લાગે છે? મારો સૌથી મોટો શત્રુ કોણ છે?”
તેણે સામો સવાલ કર્યો, “મને એટલું કહો કે આ કહેવાતા શત્રુએ તમારી જિંદગીમાં સતત ઊલટપુલટ કરતા રહેવું જરૂરી છે કે એકાદવાર નુકસાન પહોંચાડ્યું હોય તો ચાલે?” આ વળી બીજો બવાલ…! મેં આ સવાલ પણ મારી “સંશોધન નોટ્સ”માં લખી લીધો. હવે સાડા ત્રણ કલાક જ બાકી હતા. હું હવે વધારે અકળાઈ ગઈ હતી અને અધીર પણ બની ગઈ હતી. મને થયું કે લેખ લખવા માટે પૂરતો સમય રહે એ માટે મારે આવનારા અડધા કલાકમાં તો મારો શત્રુ નક્કી કરી નાખવો જોઈએ!
આ વિષયની ચર્ચા બીજા કોની સાથે કરી શકાય એમ વિચારતી હતી ને મને યાદ આવી, મારી જ ઉમરની, મારી ખૂબ જ વ્હાલી, બહેન, મારા ફોઈની દિકરી. અમે બેઉ બાળપણથી માંડી યુવાની અને અમારા લગ્ન સુધી “ઈનસેપરેબલ” – કદી જુદા નહોતા પડતા. લગ્નના થોડા વરસો પછી હું, મારા પતિ અને બાળકો કાયમ માટે અમેરિકા આવ્યાં. અમારા અમેરિકાના ૪૧ વરસના વસવાટ દરમિયાન, ધીરેધીરે, સમય વિતતાં, એની અને મારી પ્રાયોરીટી બદલાતી રહી અને અમારો સતત કોન્ટેક્ટ રહ્યો નહીં. એમાંયે, મારી સોશ્યલ મિડીયાની “ઈનર્ટનેસ” ને કારણે, મારા અન્ય સંબંધોની જેમ, મારી આ બહેનના સંબંધ પર પણ થોડી અસર થઈ હતી. છતાંયે, જ્યારે અમે ફોન પર કે ફેસટાઈમ પર મળતાં કે, પછી, હું ઈન્ડિયા જાઉં અથવા એ અમેરિકા આવે ત્યારે મળતાં તો એમ જ લાગતું કે વખત વચ્ચેથી સર્યો જ નથી. હજી હમણાં જ, છ મહિના પછી, મેં એની જોડે ગયા અઠવાડિયે જ વાત કરી હતી. મેં એને ફોન કર્યો.
”હલો, હું સાન ફ્રાન્સિસ્કોથી…”
“અરે, તારો અવાજ ન ઓળખું? બધું ઠીક તો છે ને, બેના? હજી હમણાં જ તો વાત થઈ હતી. આમ તરત જ પાછો ફોન કર્યો તે શું કશુંક થયું છે?”
સામે છેડેથી મેં હસીને જવાબ આપ્યો, “બધું જ ઠીક છે અને કઈં જ નથી થયું, પણ એક ખાસ વાતમાં, મને તારી મદદ જોઈએ છે.” અને, મેં એને મારી “મારા શત્રુ” ની શોધ વિષે વાત કરી. એ બોલી, “આપણે તો નાનેથી સાથે મોટા થયાં છીએ. આપણને ટાઈમ ટુ ટાઈમ, ઘણાંયે લોકો નહોતાં ગમતાં પણ પછી, સમય જતાં, પાછાં એ જ લોકો ગમવા માંડતા! ઘણી વાર, આપણા વડીલો, મોટા ભાઈ-બહેનો, આડોશી-પાડોશી, ટીચરો ને પ્રોફેસરો પણ આપણને ન ગમતું કશું કહેતાં, તે ક્ષણે, આપણને તે બધાં જ આપણા શત્રુ લાગતાં! ઘણીવાર, આપણા ઝઘડા મિત્રો સાથે પણ થતાં અને, એમાં, મોઢે મીઠ્ઠા પણ હ્રદયના છાને ખૂણે આપણું ખરાબ ઈચ્છનારા મિત્રો પણ હતાં, અને, કદાચ આજે પણ હશે જ. આમાંથી કોને આપણે આપણા શત્રુ માનવા? અરે, આપણા ખૂબ જ વ્હાલાં બાળકો કે પતિદેવ સાથે પણ એવું ક્યારેક નથી બનતું કે આપણને ક્ષણ માટે થાય કે આના કરતાં તો કોઈ દુશ્મન સાથે રહેતા હોત તો સારું થાત! પણ એથી કરીને એ લોકો આપણા કાયમના દુશ્મન તો નહોતાં થઈ જતાં! પણ, હવે મને એટલું કહે, કે તને જે તારો શત્રુ લાગતો હોય એ માણસ તને એનો દુશ્મન ન માને તો ચાલે?” લ્યો, આણે તો વળી નવો સવાલ માથે ઠોક્યો…! હું રડમસ અવાજે બોલી, “યાર, એ તો નથી ખબર..! આવું તો મેં વિચાર્યું જ નહોતું!”
અમે આજે પણ એકમેકને અમારા મનની વાત બેધડક કહી શકીએ છીએ. એ તરત જ બોલી, “પોતાને લેખક અને કવિ સમજે છે તો આ બધું પહેલેથી વિચારવું જોઈએ ને? તને આ સવાલનો જવાબ મળે તો ફોન કરજે અને હું પણ વિચાર કરી જોઉં કે કોને તારો કાયમનો “વ્હાલો” શત્રુ બનાવી શકાય!”
આ સવાલ પણ મેં સંશોધન નોટ્સમાં ટપકાવી લીધો.
હવે શું કરવું? મને થયું કે અહીં સાન ફ્રાન્સિસ્કોમાં, હું ગુજરાતી સાહિત્ય-કલાની પ્રવૃત્તિમાં હોંશેહોંશે ભાગ લઉં છું, તો કદાચ મારો કોઈ શત્રુ આજ ક્ષેત્રમાં મળી આવે. મેં બહુ વિચાર કરીને મારા ઘરથી એકાદ માઈલ દૂર અહીં બે એરિયામાં જ વસતા મારા મિત્ર ઉર્વશીબેનને ફોન કર્યો. ઉર્વશીબેન અને હું, એક કોમન ગુજરાતી સાહિત્ય-કલા સાથે સંકળાયેલા સાહિત્ય મિત્રમંડળમાં સદા મળતા રહીએ છીએ. તો, મને થયું એક “ઓબજેક્ટીવ ૩ર્ડ પાર્ટી” તરીકે, કદાચ એ મને મદદ કરી શકે અને મને જણાવી શકે કે આ સર્કલમાં કોઈ મારો શત્રુ છે કે નહીં. મેં એમને ફોન કર્યો અને આખી વાત માંડીને કરી. પછી એમને પૂછ્યું કે એમણે આ મિત્ર વર્તુળમાં કદીયે એવું કઈં જોયું કે જાણ્યું છે, જેથી મને મારા શત્રુનો કોઈ “ક્લુ” મળી શકે? જવાબમાં એમણે કહ્યું, “જયશ્રીબેન, એક વાત પૂછું, હવે આ શત્રુ ફક્ત સાહિત્ય સર્કલમાં હોય તો એ “સો સેઈડ” શત્રુએ તમારી કૃતિ માટે ઘસાતું બોલ્યા હોય એને તમારો શત્રુ ગણાય? અને એ જ વ્યક્તિ ફરીને તમારી બીજી કૃતિને વખાણે તો એ શત્રુ પાછો મિત્રની કેટેગરીમાં આવી શકે?” આ તો વળી નવો જ એન્ગલ નીકળ્યો! આનો જવાબ હું આપી ન શકી અને સાવ ઢીલા અવાજે એમને કહ્યું કે હું થોડુંક વિચારીને એમને જણાવીશ અને એમનો આભાર માનીને ફોન મૂકી દીધો. મેં એમનો આ સવાલ પણ મારી નોટ્સમાં ટપકાવી લીધો.
સમયની સોઈ સરતી જતી હતી તેમ, હું, મારા શત્રુની શોધ માટે વધુ “ડેસ્પરેટ” બની ગઈ હતી. મને થયું, “એઝ અ લાસ્ટ ચાન્સ”, મારી ખાસ મિત્રને ફોન કરું. કદાચ ત્યાંથી કઈં “ક્લુઝ” મળી આવે! અને, મેં, ખૂબ જ ઠાવકી, સમજદાર અને વિવેકબુદ્ધિવાળી ગણાતી મારી ખાસ મિત્રને ઈન્ડિયા ફોન કર્યો. અમે બેઉ એકડિયાથી સાથે ભણ્યાં હતાં. આ મિત્ર સાથે હું સતત સંપર્કમાં રહેતી હતી. અમે બેઉ એકમેકની સાથે, અમારા જીવનની નાનામાં નાની, ખાટીમીઠ્ઠી વાતો કોઈ પણ જાતના છોછ વિના આજે પણ કરીએ છીએ. મેં એને ફોન કર્યો અને મારી મૂંઝવણ કહી.
એ હસીને બોલી, “બસ, આટલી જ વાત? આ તો તરત જ સોલ્વ થઈ જશે. તને યાદ છે કે તારી સમયસર ક્યાંય પણ ન પહોંચવાની કુટેવને કારણે આપણે મદ્રાસ જતી ફ્લાઈટ ચૂકી ગયાં હતાં? યાદ છેને? અને, પાછળથી સમાચાર આવ્યા હતા કે એ ફ્લાઈટ્નો એક્સીડન્ટ થયો હતો? તો તારી કુટેવ અહીં શુભેચ્છક બની કે દુશ્મન? બસ, એક વાત કહે કે આ વેરી કે દુશ્મન માણસ જ હોવો જરૂરી છે? કોઈ ટેવ કે કુટેવ કે પ્રાણી જેને જોઈને તને બીક લાગતી હોય, એવું ચાલે કે નહીં? આટલું પહેલાં નક્કી કર…અને મેં તને ઉદાહરણ તો આપી જ દીધું છે..! આગળ તો, તું લેખક છે અને મને ખાતરી છે કે તું સરસ જ લખીશ. હું થોડી જ તારી દુશ્મન છું કે તારું ખરાબ ઈચ્છું? ચાલ તો આવજે…!” અને એણે ફોન મૂકી દીધો.
આ તો વળી પાછો એક સવાલ વધુ મારી સંશોધન નોટ્સમાં ઉમેરાયો….! “મારા શત્રુ”ની શોધ તો પૂરી થવાના કોઈ આસાર નહોતા અને જવાબો વગરના સવાલો પર સવાલો જ મળ્યા કરતા હતા..! “મારો શત્રુ” વિષે નિબંધ લખીને મોકલવામાં હવે માત્ર અઢી કલાક જ બાકી હતા! આવું મેં કદી વિચાર્યું જ નહોતું કે આટલા સરળ લાગતા વિષય પર નિબંધ લખવામાં, ઉમરના આ તબક્કા પર, આટલા અનુભવો પછી પણ, મને આટલી તકલીફ પડશે…! આ પહેલાં તો કોઈ પણ વિષય પર લેખો કે નિબંધો લખતાં કદી આવી મૂંઝવણ નહોતી થઈ! તો, શું, હવે ઉંમર મારી દુશ્મન થઈ છે, જેને લીધે મારી વિચાર શક્તિ-બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે?
ને, અચાનક, મારા મનમાં દિપક પ્રગટ થયો હોય એમ ચમકારો થયો…! અચાનક જ, મને વિચાર આવ્યો કે સાચા અર્થમાં તો, કોઈ કોઈનો શત્રુ છે જ નહીં, શત્રુત્વ તો એક ખાસ નિર્મિત અને નિમિત્ત થયેલી ક્ષણોમાં, એ સમયે સૂઝતી આપણી પોતાની બુદ્ધિના પ્રતાપે છે! બસ, મારા બધાં જ તાપ, સંતાપ અને અજંપા ખરી પડ્યાં. આ સાથે, અચાનક, મને યાદ આવ્યો એ શ્લોક, જે મારી મા રોજ દીવો કરતી વખતે ગાતી અને અમને સહુને પણ ગવડાવતી. આજે એ શ્લોક, ઓચિંતો માત્ર યાદ જ નહોતો આવ્યો પણ, આ શ્લોકનો સાચો અર્થ પણ આજે સમજાઈ ગયો….!
14 thoughts on “મારો શત્રુઃ એક શોધ (-જયશ્રી વિનુ મરચંટ)”
in the name of Enemy- you made all your reader to do brain storming – it was great exercise–i was thinkingwe are our own Enemy (Man Markat- or man can be best friend- how you use), with your habit of reaching late and missing flight– reminded of procastination , evenyou made starting stroke- with kam- krodh etc SHAD RIPU, you made nice side notes from different audiance- its great SHODH NIBANDH.
and ultimate spark from mother:
““શુભમ્ કરોતિ કલ્યાણમ્, આરોગ્યમ્ ધન સંપદા!
શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપજ્યોતિ નમો નમઃ””
આ શોધ ગમી.
મારો શત્રુ મને મળી ગયો છે. એને કેટકેટલી વખત મરણ તોલ માર માર્યો, તો પણ બેઠો થઈ જાય છે. કદાચ એ મારી સાથે જ મરશે – એ વિના નહીં.
લો! કહો, મારો શત્રુ કોણ છે? જવાબ આવતીકાલ સુધીમાં નહીં મળે તો મારા બ્લોગ ‘સૂર સાધના’ પર પરમ દિવસે !!
મઝાની રસિક વાત
માનવના શત્રુમા રાગ, દ્વેષ, ક્રોધ, મોહ અને પૂર્વગ્રહ જેવા માણસમાત્રના દુશ્મન તો દરેક વર્ણવે. આત્મિક ઉન્નતિ માનવનો જન્મજાત અધિકાર છે. તે અધિકારનો ઉપભોગ કરવા તેણે તૈયાર … આ દશા દુઃખદ ને માનવની અજ્ઞાનતાની પરિચારક છે. દુઃખદ દશાનો અંત આવવો જોઈએ ને … માણસ આમ પોતે જ પોતાનો શત્રુ બને છે.
અમારા ઘરમા દીપ પ્રગટ્ય વખતે બોલાતો શ્લોક.!
“શુભમ્ કરોતિ કલ્યાણમ્, આરોગ્યમ્ ધન સંપદા!
શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપજ્યોતિ નમો નમઃ”
સાથે વિચાર આવ્યો કે કવિઓની વાત તો કાંઇ ઔર…
૧ગની દહીંવાલા
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
૨શૂન્ય પાલનપુરી
થઈ ગયાં સાચ ને જૂઠનાં પારખાં, મિત્ર પડખે નથી, શત્રુ સામે નથી;
ઓ મુસીબત અમારી સલામો તને, આજ તારા પ્રતાપે જ આરામ છે.
મિત્રો હતા એ શત્રુ થયાની વધાઈ છે,
ઓ મન ! ઉમંગે નાચ કે બેડી કપાઈ છે.
૩આદિલ મન્સૂરી દુશ્મનો :અંગે
પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્ર પણ હતા,
કોણે કર્યો પ્રહાર ? મને કંઈ ખબર નથી.
આભાર માનવો છે અગર દોસ્તો મળે,
મારા પતનમાં એમનો સહકાર પણ હતો.
૪ એટલી નૈતિક હિંમત ક્યાં કે શત્રુ બની બરબાદ કરે,
‘ઘાયલ’ મોટે ભાગે માનવ મિત્ર બનીને લૂંટે છે.
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
‘ઘાયલ’ નિભાવવી’તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.
૫ ‘બેફામ’ ની વ્યંગવાણી
કશું ના દઈ શકે તો દોસ્ત, ખાલી હાથ ઊંચા કર,
મને જે જોઈએ છે તે મળી જાશે દુઆમાંથી.
તમે મારાં દુઃખોથી દોસ્ત, ના કાળા પડી જાઓ,
હું તમને શુદ્ધ સોનું સમજી અગ્નિમાં તપાવું છું.
લ્યો બોલીને તમે પણ મિત્રતા પૂરી કરી નાંખી,
લ્યો મેં પણ ચુપ રહી પૂરી વફાદારી કરી લીધી.
મારું જીવનકાર્ય મિત્રોએ કર્યુ મર્યા પછી,
સૌ રડ્યા બેફામ જ્યારે મુજથી રોવાયું નહિં
૬ સૈફ પાલનપુરી
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા.
૭ હરીન્દ્ર દવે વ્યથા અને નિરાશા વર્ણાવતા:
ઝાકળ સમું મિલન તો પલકમાં ઊડી ગયું,
મૈત્રીનું ભીનું ફૂલ સમય સૂકવી ગયો.
ચાલો, રૂદનની ઓર મઝા આવશે હવે,
મિત્રો વધી ગયા છે, દિલાસો નહીં મળે.
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
૮ પોતાના મીજાજે
‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.
૯ હેમેન શાહ
ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠનું ખંજર તલાશ કર
૧૦ મિત્રતા છાંયે નીતરતાં ઝાડવાં,
શત્રુ બાવળથી વધારે કૈં નથી. ‘ચાતક’
શત્રુ શોધની આપની રખડપટ્ટી સાથે અમે પણદોડમદોડ કરતા રહ્યાં તો અમને પણ સમજાયું કેઃ
“સાચા અર્થમાં તો, કોઈ કોઈનો શત્રુ છે જ નહીં, શત્રુત્વ તો એક ખાસ નિર્મિત અને નિમિત્ત થયેલી ક્ષણોમાં, એ સમયે સૂઝતી આપણી પોતાની બુદ્ધિના પ્રતાપે છે!”
આપની શોધ સફરમાં અહીં – તહીં ફરી આખરે “સ્વ” વિષે વિચારતા કરતો શોધ નિબંધ.
in the name of Enemy- you made all your reader to do brain storming – it was great exercise–i was thinkingwe are our own Enemy (Man Markat- or man can be best friend- how you use), with your habit of reaching late and missing flight– reminded of procastination , evenyou made starting stroke- with kam- krodh etc SHAD RIPU, you made nice side notes from different audiance- its great SHODH NIBANDH.
and ultimate spark from mother:
““શુભમ્ કરોતિ કલ્યાણમ્, આરોગ્યમ્ ધન સંપદા!
શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપજ્યોતિ નમો નમઃ””
LikeLiked by 1 person
આ શોધ ગમી.
મારો શત્રુ મને મળી ગયો છે. એને કેટકેટલી વખત મરણ તોલ માર માર્યો, તો પણ બેઠો થઈ જાય છે. કદાચ એ મારી સાથે જ મરશે – એ વિના નહીં.
લો! કહો, મારો શત્રુ કોણ છે? જવાબ આવતીકાલ સુધીમાં નહીં મળે તો મારા બ્લોગ ‘સૂર સાધના’ પર પરમ દિવસે !!
LikeLiked by 1 person
manisha pandya
11:42 AM (1 hour ago)
to Jayshree, me
So Impressive…..Wow, I am so proud … So very wise and thoughtful , thoughts provoking.
LikeLiked by 1 person
મઝાની રસિક વાત
માનવના શત્રુમા રાગ, દ્વેષ, ક્રોધ, મોહ અને પૂર્વગ્રહ જેવા માણસમાત્રના દુશ્મન તો દરેક વર્ણવે. આત્મિક ઉન્નતિ માનવનો જન્મજાત અધિકાર છે. તે અધિકારનો ઉપભોગ કરવા તેણે તૈયાર … આ દશા દુઃખદ ને માનવની અજ્ઞાનતાની પરિચારક છે. દુઃખદ દશાનો અંત આવવો જોઈએ ને … માણસ આમ પોતે જ પોતાનો શત્રુ બને છે.
અમારા ઘરમા દીપ પ્રગટ્ય વખતે બોલાતો શ્લોક.!
“શુભમ્ કરોતિ કલ્યાણમ્, આરોગ્યમ્ ધન સંપદા!
શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપજ્યોતિ નમો નમઃ”
સાથે વિચાર આવ્યો કે કવિઓની વાત તો કાંઇ ઔર…
૧ગની દહીંવાલા
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
૨શૂન્ય પાલનપુરી
થઈ ગયાં સાચ ને જૂઠનાં પારખાં, મિત્ર પડખે નથી, શત્રુ સામે નથી;
ઓ મુસીબત અમારી સલામો તને, આજ તારા પ્રતાપે જ આરામ છે.
મિત્રો હતા એ શત્રુ થયાની વધાઈ છે,
ઓ મન ! ઉમંગે નાચ કે બેડી કપાઈ છે.
૩આદિલ મન્સૂરી દુશ્મનો :અંગે
પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્ર પણ હતા,
કોણે કર્યો પ્રહાર ? મને કંઈ ખબર નથી.
આભાર માનવો છે અગર દોસ્તો મળે,
મારા પતનમાં એમનો સહકાર પણ હતો.
૪ એટલી નૈતિક હિંમત ક્યાં કે શત્રુ બની બરબાદ કરે,
‘ઘાયલ’ મોટે ભાગે માનવ મિત્ર બનીને લૂંટે છે.
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
‘ઘાયલ’ નિભાવવી’તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.
૫ ‘બેફામ’ ની વ્યંગવાણી
કશું ના દઈ શકે તો દોસ્ત, ખાલી હાથ ઊંચા કર,
મને જે જોઈએ છે તે મળી જાશે દુઆમાંથી.
તમે મારાં દુઃખોથી દોસ્ત, ના કાળા પડી જાઓ,
હું તમને શુદ્ધ સોનું સમજી અગ્નિમાં તપાવું છું.
લ્યો બોલીને તમે પણ મિત્રતા પૂરી કરી નાંખી,
લ્યો મેં પણ ચુપ રહી પૂરી વફાદારી કરી લીધી.
મારું જીવનકાર્ય મિત્રોએ કર્યુ મર્યા પછી,
સૌ રડ્યા બેફામ જ્યારે મુજથી રોવાયું નહિં
૬ સૈફ પાલનપુરી
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા.
૭ હરીન્દ્ર દવે વ્યથા અને નિરાશા વર્ણાવતા:
ઝાકળ સમું મિલન તો પલકમાં ઊડી ગયું,
મૈત્રીનું ભીનું ફૂલ સમય સૂકવી ગયો.
ચાલો, રૂદનની ઓર મઝા આવશે હવે,
મિત્રો વધી ગયા છે, દિલાસો નહીં મળે.
કાંકરીને તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ.
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
૮ પોતાના મીજાજે
‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.
૯ હેમેન શાહ
ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠનું ખંજર તલાશ કર
૧૦ મિત્રતા છાંયે નીતરતાં ઝાડવાં,
શત્રુ બાવળથી વધારે કૈં નથી. ‘ચાતક’
LikeLike
No words to say just amazing
LikeLiked by 1 person
Reblogged this on "બેઠક" Bethak and commented:
એક સુંદર વાંચવા જોવો લેખ, વાંચવાનું શરુ કરશો તો અટકશો નહિ ખાત્રી સાથે કહું છું.
LikeLike
શત્રુ બુદ્ધિ વિનાશાય
સો ટચના સોના જેવી વાત !
LikeLiked by 1 person
શત્રુ શોધની આપની રખડપટ્ટી સાથે અમે પણદોડમદોડ કરતા રહ્યાં તો અમને પણ સમજાયું કેઃ
“સાચા અર્થમાં તો, કોઈ કોઈનો શત્રુ છે જ નહીં, શત્રુત્વ તો એક ખાસ નિર્મિત અને નિમિત્ત થયેલી ક્ષણોમાં, એ સમયે સૂઝતી આપણી પોતાની બુદ્ધિના પ્રતાપે છે!”
આપની શોધ સફરમાં અહીં – તહીં ફરી આખરે “સ્વ” વિષે વિચારતા કરતો શોધ નિબંધ.
LikeLiked by 1 person
શત્રુત્વ તો એક ખાસ નિર્મિત અને નિમિત્ત થયેલી ક્ષણોમાં, એ સમયે સૂઝતી આપણી પોતાની બુદ્ધિના પ્રતાપે છે.
આપણી અવળમતિ જ આપણી શત્રુ .
કાખમાં છોકરુંને ગામમાં ઢંઢેરો …..
બાકી ગમી ગઈ આ કમાલની શત્રુ શોધ.
LikeLiked by 1 person
बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय, जो दिल खोजा आपना, मुझसे बुरा न कोय।
LikeLiked by 1 person
Jayshreeben, tamaro lekh vachi “pote potana shatru bani shake che ee samjayu!! Khub sunder shodh! Enjoyed it thoroughly. Abhinandan.
LikeLike
From: Nayana Jhaveri
Date: October 23, 2018 at 9:35:23 PM PDT
To: jayumerchant@gmail.com
Subject: Fwd: [New post] મારો શત્રુઃ એક શોધ (-જયશ્રી વિનુ મરચંટ)
Very nicely presented your maro shatru article, congrats.
LikeLike
જયશ્રીબેન ,આપની શત્રુશોધ અને એનું સુંદર નિરાકરણ મનને સ્પર્શી ગયું. શત્રુ બુધ્ધિ વિનાશાય,દીપજ્યોતિ નમો નમ: વાળી સ્વ ને
અજવાળવાની વાત અતિસુંદર! સરસ આલેખન
LikeLike
From: panna naik
Date: October 24, 2018 at 6:30:55 PM PDT
Enjoyed the article.
LikeLike