મારા પિતા સમગ્ર વિશ્વમાં શાસ્ત્રીજીના નામે જાણીતા હતા પણ ઘરમાં અમે બધા એમને ‘બાબુજી’કહેતા હતા. આ સંબોધન ધીરે ધીરે ઘરના નોકર-ચાકર અને અન્ય કર્મચારીઓની જીભે ચડી ગયું અને આ રીતે ખૂબ નજીકના લોકો પણ તેમને બાબુજી જ કહેતા. આમ તો બાબુજીએ વ્યક્તિગત રીતે ગીતાના ‘યો ન હ્રષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ, શુભાશુભ પરિત્યાગી…’ના આદર્શને ચરિતાર્થ કર્યો હતો. એટલે તેમના મને સંબોધનનું કંઈ ખાસ મહત્ત્વ નહોતું. ગીતાના શ્લોક અનુસાર તેઓ નિષ્કામ કર્મચારી હતા, પણ એવા કર્મયોગી કે જે આયોજનબદ્ધ સુચિંતિત કર્મના અનુયાયી હતા. તેમને કર્મના ઢોલ પીટવા કરતાં તેને અમલમં મૂકવું ગમતું હતું.
દહેજમાં ફક્ત ચરખો—
બાબુજી સામાજિક કુરિવાજોના કટ્ટર વિરોધી હતા.નકામા રિવાજોનો મોઢેથી બોલીને વિરોધ કરવો એક બાબત છે અને એ કુપ્રથાઓનો વિરોધ જીવનમાં વણી લેવો એ ખરેખર મુશ્કેલ કામ છે. બાબુજીના લગ્ન થયા એ સમયે દહેજ પ્રથા ખૂબ જોરમાં હતી. ઉત્તર પ્રદેશના પૂર્વ વિસ્તારોની પરિસ્થિતિ લોકોને ખબર છે અને આ પ્રથાનો વિરોધ એ જમાનામાં કરવો એ કેટલું કપરું કામ હતું ! બાબુજીએ તેમનાં લગ્ન પહેલાં જે શરત મૂકી હતી તે તેમના આદર્શનું ઉત્તમ પ્રતીક છે. બાબુજીએ કહ્યું ‘લગ્નની ભેટ તરીકે મને ફક્ત ચરખો આપવાના હો તો એ શરતે જ હું લગ્ન કરું.’ દહેજમાં ચરખો લેવાની વાત તો બરાબર પણ ફક્ત એક ચરખો આપીને કેટલાક જરૂરી ‘શુકન ’(જે નવપરિણિત વરવધૂના કલ્યાણ-મંગળને લગતા હતા) ન આપવાની જીદ કોઈને સમજાતી નહોતી. બધાએ તેમને સમજાવવાના બહુ પ્રયત્નો કર્યા પણ બાબુજી જે વાતને અયોગ્ય ગણતા હતા એવી વાત તેઓ ક્યારેય માનતા નહોતા. છેવટે વરરાજાની જીત થઈ અને અમારી અમ્મા દહેજમાં એક ચરખો લઈને અમારા ઘરે આવી. આજથી દાયકાઓ પહેલાં બાબુજીએ પુરવાર કરી દીધું હતું કે કંઈ પણ કહેવા કરતાં કરવું જરૂરી છે.
અક્ષતને અક્ષત જ રહેવા દઈએ:
બાબુજીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં કેટલાક કુદરતી કારણોસર કેરળમાં ચોખાની અછત ઊભી થઈ. તેનો પુરવઠો પૂરું પાડવાનું કામ અઘરું હતું એ આખા દેશને ખબર હતી. બાબુજીના આદરણીય સહયોગીઓ પ્રયત્નો કરતા જ હતા, તેઓ પોતેપણ શું કરવું એ અંગેના વિચારોમાં ખોવાયેલા રહેતા. ચોખા એ કેરળવાસીઓનું મુખ્ય ભોજન હોવાથી તેની તંગીથી બાબુજી દુ:ખી થતા હતા. બીજી બાજુ બાબુજી એમ કહેતા હતા કે ચોખાની અછતને લીધે કેરળના એક પણ ભાઈ—બહેનને ભૂખ્યા નહીં રાખીએ. પ્રજાહિતના આવા ચિંતનનો પ્રથમ પ્રભાવ અમારા કુટુંબની રસોઈ પર પડ્યો. બીજા લોકોને અપીલ કરતાં પહેલાં તેમણે ઘરમાં આદેશ આપ્યો, ‘જ્યાં સુધી કેરળમાં ચોખાનો પૂરતો પુરવઠો પૂરો પાડવામાં નહીં આવે ત્યાં સુધી આપણે બધા ભાત નહીં ખાઈએ. ચોખાનો ઉપયોગ પૂજામાં અક્ષતના નામે કરાય છે. તેને અક્ષત જ રહેવા દઈએ.’ આ આદેશની સૌથી વધુ અસર આદરણીય હરિભાઈ અને મારી ઉપર પડી, કેમ કે અમે બંને પરિવારમાં ‘ભાતિયા’ગણાતા. એટલે કે ભોજનમાં અમને ભાત તો જોઈએ જ. બાબુજીના ભાત ન ખાવાના આદેશને કારણે અમને તકલીફ તો પડી પણ બાબુજીની સમજાવવાની વિશ્વવિખ્યાત રીત અમને સંતોષ આપતી. આને પશ્ચિમના પત્રકારોએ અનોખી સાદગી કહી છે. મહિનાઓ સુધી અમે ચોખા વગર ચલાવ્યું. આ અનુભવે અમને રાષ્ટ્રીય તકલીફોને અનુભવવાનું અને તેના ઉકેલ માટે કંઈ કરી છૂટવાનો પાઠ ભણાવ્યો.શાસ્ત્રી પરિવારની દરેક વ્યક્તિએ આવા અનેક અનુભવો પરથી ધડો લીધો કે આદર્શને આદત બનાવવી, તેને માત્ર પુસ્તકિયો ઉદ્દેશ ન રહેવા દેવો.
કૃષિ વડાપ્રધાન:
બાબુજીનું શરૂઆતનું જીવન અનેક અનુભવો ની વચ્ચે વીત્યું હતું એ તો બધાને ખબર છે. તેઓ થોડા સમજણા થયા ત્યારે તેમણે દેશની આઝાદીની ચળવળમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. તેમની જીવનચર્યાનો દરેક દિવસ અને પ્રત્યેક પળ દેશને માટે હતાં. બાબુજી વડાપ્રધાન બન્યા પછી પણ ખેડૂત રહ્યા. આખું જગત જાણે છે કે બાબુજી દેશમાં કુદરતી આફતને કારણે સર્જાયેલી અન્નની આયાત કરવા માગતા હતા પણ રાષ્ટ્રીય નીતિઓમાં ફેરફાર કરીને નહીં. તેમની દૃષ્ટિએ અન્નની કિંમત રૂપિયો હતી,રાષ્ટ્રની આહ્વાન કર્યું કે ભૂમિના કણ કણ પર અનાજનું ઉત્પાદન કરવામાં આવે જેથી કરીને આપણે અનાજ માટેના પુરવઠામાં કોઈ કસર ન રાખીએ. આહ્વાન આપીને બીજા લોકો પાસે આનો અમલ કરાવતા પહેલાં વડાપ્રધાનના નિવાસસ્થાને રાતોરાત મખમલી અને સુંદર લૉન અને સુગંધીદાર પુષ્પો દૂર કરી દેવામાં આવ્યા. એના બદલે એ જગ્યાએ બનેલાં ખેતરોમાં સમય મળ્યે બાબુજી પોતે શારિરીક શ્રમ કરતા હતા. ઈતિહાસના અંધારિયા માર્ગોમાં આ હકીકત ઉજાસનું એક કિરણ બની રહેશે કે ભારતના રાષ્ટ્રપતિ તત્ત્વચિંતક હતા ત્યારે ભારતના વડાપ્રધાન એક ખેડૂત બન્યા.
આદરણિય શાસ્ત્રીજીને વંદન.
LikeLike
ભારત રત્ન શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઇમાનદારી માટે આખું ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે.
તેમને અમારા કોટી કોટી વંદન
LikeLike
ભારતરત્ન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીને લાખ લાખ પ્રણામ
LikeLike
we were in college and we also stopped eating rice i think on Monday. great Man of All Times–
Jay jawan Jay Kisan…
LikeLike
ભારતરત્ન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીને લાખ લાખ પ્રણામ..
LikeLike
ભક્તિ યોગ ના એક શ્લોક ના આચરણે એક સામાન્ય ભૂમમિપુત્ર ને વંદનીય /મહામાનવ બનાવી દીધો..
જીવનમાં આચરણનું મહત્વ ઘણું ઊંચું છે.. અનુસરવા જેવું ..
LikeLike