ICA (Indians for Collective Action) ની અર્ધી સદીની યાત્રા (પી. કે. દાવડા)


ICA (Indians for Collective Action) ની અર્ધી સદીની યાત્રા

૧૯૬૮ માં ભારતમાંથી ઉચ્ચ શિક્ષણ માટે કેલિફોર્નિયાના Bay Area ની યુનિવર્સીટીઓમાં આવેલા મહેન્દ્ર મહેતા અને અન્ય વિદ્યાર્થીઓના મનમાં એક પવિત્ર  વિચારે જન્મ લીધો. એમણે વિચાર્યું કે સમૃધ્ધ દેશમાં કર્મ કરી આપણે તો સમૃધ્ધ થઈશું, પણ આપણા મૂળ વતનમાં કરોડો લોકો જીવનની પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત છે, એમનું શું? બસ એક માત્ર વિચારમાંથી ICA ની સ્થાપના થઈ.

આજે ૫૦ વર્ષ પછી, સંસ્થાએ ૫૦ વર્ષમાં કરેલા કાર્યો જોઈને કોઈપણ વ્યક્તિ મોઢાંમાં આંગળા નાખી જશે. ૫૦ વર્ષમાં ICA દ્વારા એક કરોડથી વધારે ડોલર, અમેરિકામાંથી એકઠાં કરી, ભારતમાં ICA દ્વારા પસંદ કરેલી ૩૦૦ જેટલી સેવાભાવી સંસ્થાઓ દ્વારા, અલગ અલગ પ્રવૃતિઓ માટે માટે મોકલવામાં આવ્યા. આપણે સંસ્થાનો તબ્બકાવાર વિકાસ જોઈએ.

પ્રથમ તબ્બકામાં થોડા સભ્યોએ ભારતમાં પાછા જઈ સંસ્થાના કાર્યક્રમને અંજામ આપવાની તૈયારી દર્શવી. ડો. રવિ ચોપરા, એસ. આર. હીરેમથ અને મધુકર દેશપાંડી ભારતમાં પોતાના NGO સ્થાપી કાર્યોની શરૂઆત કરી. અમેરિકામાં એકઠા કરેલા પૈસા NGO ને મોકલવામાં આવ્યા.

૨૫ વર્ષના પરિશ્રમ બાદ સંસ્થાએ બીજા તબક્કામાં પ્રવેશ કર્યો. રાજ મશરૂવાલા અને અભય ભુષણ જેવા શક્તિશાળી માણસો સંસ્થા સાથે જોડાયા. સંસ્થાએ નવા ઉત્સાહથી ભારત અને અમેરિકામાં નવા કાર્યક્રમો શરૂ કર્યા. અમેરિકામાંઆશાઅને “FFE” Foundation For Excellence જેવી સંસ્થાઓ સ્થાપવામાં મદદ કરી. સાથે સાથે સંસ્થાએ ભારતમાં અને અમેરિકામાં સક્રીય કાર્યકરોને સન્માનવાનું શરૂ કર્યું. સિવાય AIF Fellows program અને ICA Women’s leadership program વગેરે શરૂ કર્યા. છેલ્લા ૫૦ વર્ષમાં ૩૨૫ થી વધારે સામાજીક કાર્યક્રમોને સફળતા પૂર્વક અંજામ આપવામાં આવ્યો.

હવે સંસ્થાનો ત્રીજો તબ્બકો શરૂ થવાની તૈયારી ચાલી રહી છે. તબ્બકામાં Bay Area ના સમૃધ્ધ ભારતીય લોકોને જોડવામાં આવશે અને સંસ્થાના કાર્યક્રમોમાં મોટો બદલાવ લાવવામાં મદદ કરશે. ફંડ એકઠું કરવાની પ્રવૃતિને વધારે વેગીલી બનાવવામાં આવશે. આને સફળ બનાવવા સમૃધ્ધ લોકોને સામાજીક કાર્યોમાં લોકો કેવી રીતે સક્રીય ફાળો આપી શકે એનો સ્પષ્ટ ખ્યાલ આપવામાં આવશે.

ત્રીજા તબ્બકાની શરૂઆત અને ૫૦ મા વર્ષની ઉજવણીના એક ભાગ રૂપે ૨૦ મી ઓકટોબર, ૨૦૧૮ ના Santa Clara Convention Center માં એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ડો. ભરત વાટવાની (મેગ્સેસે એવોર્ડી) અને અન્ય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા વક્તાઓના સંબોધન, અને ICA ના કામોની વિગતવાર જાણકારી આપવામાં આવશે. પ્રસંગે કેટલાક સામાજીક કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવશે.

સંસ્થા અંગે વધારે માહિતી શ્રી કિરીટ શાહ (+1 510 861 4080) પાસેથી મળી શકશે. શ્રી કિરીટ શાહ, ૫૦ મા વર્ષની ઉજવણી માટેની સમીતિના પ્રમુખ છે.

પી. કે. દાવડા

5 thoughts on “ICA (Indians for Collective Action) ની અર્ધી સદીની યાત્રા (પી. કે. દાવડા)

  1. This is our Rushi Parmpara- congratulations to :”મહેન્દ્ર મહેતા અને અન્ય વિદ્યાર્થીઓના મનમાં એક પવિત્ર વિચારે જન્મ લીધો. ” Mahendra Mehta AND TEAM- TO THINK OF SOCIETY AND NATION AT LARGE– there efforts has gone long way and proud of them all.Best luck for third stage of their movement.

    Like

  2. મા શ્રી મહેન્દ્ર મહેતા ના ઉમદા અને પ્રેરણાદાયી વિચાર અને પ્રગટેલી ICA ,“આશા” અને “FFE” Foundation For Excellence જેવી સંસ્થાઓ ,AIF Fellows program અને ICA Women’s leadership program…ધન્ય ધન્ય

    Like

  3. ICA દ્વારા બહુ જ સુંદર લોક કલ્યાણ ના કામની શરૂઆત ૫૦ વર્ષ પહેલાં કરવા માટે સ્વ. મહેન્દ્રભાઈ અને અન્ય મિત્રોને વંદન. ICA સંસ્થાના વિકાસ માટે અનેક શુભેચ્છાઓ.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s