આંગણાંની રચના (Format) (પી. કે. દાવડા)


આંગણાંની રચના (Format)

દાવડાનું આંગણુંની રચના મોટાભાગના બ્લોગ્સ કરતાં અલગ છે. આંગણુંમાં સોમવારથી રવિવાર એમ સાતેય દિવસ PST સમય અનુસાર રોજ સવારના ૩૦ વાગે એક નવી પોસ્ટ મૂકવામાં આવે છે. બુધવારે માત્ર લલિતકળાને લગતી પોસ્ટ મૂકાય છે. બાકીના દિવસ સાહિત્યને લગતી પોસ્ટ મૂકાય છે. મંગળવારે મેનુમાંઉજાણીના નામ હેઠળ, અલગ અલગ સર્જકોની એક કૃતિ મૂકવામાં આવે છે. બાકીના દિવસ એટલે કે સોમવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર અગાઉથી નક્કી કરીને એક જ સર્જકની લાગલગાટે ૧૩ અઠવાડિયા સુધી એક એક કૃતિ મૂકાય છે. વરસના ૫૨ અઠવાડિયાના હિસાબે, ત્રણ મહિનાના ૧૩ અઠવાડિયા થાય. arrangement પાછળની વિચારધારા એવી છે કે કોઈપણ સર્જકની રચનાઓનો તાગ કાઢવા Sample size મોટી હોવી જોઈએ. એક કે બે કૃતિ ઉપરથી લેખકની આગવી વિશેષતા સમજાય.

આંગણું સાહિત્યકારોને અને કલાકારોને એક platform ઉપલબ્ધ કરાવે છે. સાહિત્યકારો અને કલાકારો આંગણાંને સમૃધ્ધ કરે છે. મળી રહેલી માહિતિ મુજબ, આંગણાંના નિયમિત મુલાકાતીઓમાં મોટા ગજાના કલાકારો અને સાહિત્યકારોનો સમાવેશ થાય છે.

આંગણાંનું પ્રકાશન સરળ રીતે ચાલે એટલા માટે થોડા નિયમો બનાવવામાં આવ્યા છે. “ઉજાણીવિભાગ માટે તમારી single કૃતિ, word format માં અને Unicode font” માં તમે સંપાદકને મેઈલ દ્વારા મોકલી શકો છો. કૃતિ જ્યારે આંગણાંમાં પ્રગટ થાય ત્યારે સર્જકને એની જાણ કરવામાં આવશે. ૧૩ અઠવાડિયા ચાલે એવી લેખમાળા માટે સંપાદક સાથે મેઈલથી ચર્ચા કરી ગોઠવણ કરી શકાય. હાલમાં ૨૦૧૮ ના અંતસુધીના slots અપાઈ ચૂક્યા છે. ૨૦૧૯ માટે પણ થોડા સર્જકો સાથે વાતચીત ચાલે છે. કૃતિઓ પણ word format અને Unicode font માં સ્વીકારવામાં આવશે. ચિત્રો electronic format માં JPG કે PNG હોય તો સગવડ ભર્યું રહે છે.

આંગણુંમાં મુકાતી કૃતિઓની યોગ્યતા માટે શ્રી બાબુ સુથાર અને શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટની સલાહ લેવામાં આવે છે.

આંગણાંની હાલની Format માં મર્યાદિત સંખ્યામાં સર્જકો અને એમના સર્જનોને સમાવી શકાય છે. એનો અર્થ એવો નથી કે અન્ય સર્જકોની કૃતિઓ યોગ્ય નથી. સમય જતાં આંગણુંની Format બદલીને વધારે સર્જકોનો સમાવેશ કરવાની યોજના ઉપર વિચારણા ચાલુ છે.

આપ સૌને Platform નો લાભ લેવા આમંત્રણ છે.

પી. કે. દાવડા (સંપાદક)

pkdavda@gmail.com

5 thoughts on “આંગણાંની રચના (Format) (પી. કે. દાવડા)

  1. આપનું અનેરું આંગણું અમારું ગમતીલું છે.જ્યાં વાચન વૈવિધ્ય તો મળે જ છે ,સાથે ચકાસણી પછીના ગુણવત્તાસભર
    સાહિત્યનો લાભ મળે છે.
    આભાર સાહેબ.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s