એક સાથે અનેક કામ (Multi tasking) (પી. કે. દાવડા)


એક સાથે અનેક કામ (Multi tasking)

આજકાલ આપણી કોઈપણ કામ કરવાની એકાગ્રતા ઘટતી જાય છે. આનુ કારણ, એક જ સમયમા એકથી વધારે કામો કરી લેવાની વૃત્તિ (Multi tasking)માં થઈ રહેલો વધારો છે. દુનિયા ઝડપી થઈ રહી છે, એટલા બધા કામો કરવાની ઈચ્છા થાય છે કે ૨૪ કલાકનો દિવસ પૂરો થતો નથી, એટલે એકી સમયે એકથી વધારે કામ કરવાની વૃત્તિ કેળવાય છે. આજે માહિતીના ઘોડાપૂર અને સંપર્કના સાધનોની સગવડ માણસના મગજને થકાવી દેવા સમર્થ છે. આવી પરીસ્થિતિમાં કોઈપણ વસ્તુ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવાનું શક્ય જ નથી. આજની પરીસ્થિતિને roller coaster સાથે સરખાવી શકાય. અને એકવાર એમાં સવાર થયા તો વચ્ચે ઉતરી જવાનું લગભગ અશક્ય છે.

આની શરૂઆત રેડિયોના આગમનથી થઈ ગઈ હતી. લોકો રેડિયો સાંભળતાં સાંભળતાં બીજું કામ કરતાં શીખી ગયા. ટેલિફોનનું પણ લગભગ આવું જ થયું. સ્પીકો ફોન ચાલુ રાખી, ફોનપર વાતચીત કરતાં કરતાં શાક સમારતી ગૃહિણીઓ બધાએ જોઈ હશે. ટી.વી. નું પણ આવું જ છે. મોબાઈલ પર વાત કરતાં કરતાં કાર ચલાવવાનું જોખમ ભરેલું કામ પણ આજકાલ સામાન્ય છે. SMS અને Text Message, Twitter અને Facebook યુવાનોનો કેટલો સમય લઈ લે છે એની કલ્પના કરવી મુશ્કેલ છે. જ્યારે લોકો ટી.વી. જોતાં જોતાં ટેલીફોન પર વાત કરતા હોય છે ત્યારે એ કોનું સાંભળે છે એ સમજવું મારા માટે મુશ્કેલ છે.

કેટલાક લોકો આમાથી છૂટવાનો વિચાર કરે છે. પ્રયત્ન પણ કરે છે. કેટલાક લોકો મોબાઈલ ઘરે મૂકી સવારના ફરવા જાય છે, કેટલાક લોકો મોબાઈલ બંધ કરી યોગા કરે છે. પ્રત્યેક પ્રયત્ન દિમાગને થોડો આરામ આપવા માટે છે.

આજની યુવા પેઢી આવી વસ્તુઓથી ટેવાઈ ગઈ હોય છે, એટલે એમને આવા પ્રયત્નો કરવા પડતા નથી. જો કે એમની એકાગ્રતાની ક્ષમતા વત્તે ઓછે અંશે ઓછી થઈ જાય છે.

એ હકિકત છે કે જ્યારે આપણે લેપટોપ લઈને બેસીએ છીએ ત્યારે જાણે આખી દુનિયાને ખોળામા લઈને બેસીએ છીએ. આવે વખતે દુનિયા જોડે વાતચીત કરવાની લાલચ આપણે રોકી શકતા નથી.

આ બધાની એક આડ અસર એ છે કે એસ.એમ.એસ. ના ટુંકા ટુંકા વાક્યોની આદત પડ્યા પછી આપણે લાંબા વાક્યો બોલી કે લખી શકતા નથી. MTV ના તાલ પર નાચતા થયા પછી, આપણી શબ્દોની જરૂરીઆત ઘટી જાય છે.

કેટલાક લોકો માને છે કે multitasking થી કાર્યક્ષમતા વધે છે. હકીકતમા આવું નથી. દરેક કામમા ૧૦૦ % એકાગ્રહતાના અભાવથી રહી ગયેલી ભૂલો સુધારવામાં પછીથી વધારે સમય આપવો પડે છે. શિક્ષણ માટેની કોન્ફરંસમાં જઈ, લેપટોપ પર ઈ-મેલ ચેક કરતા લોકો બન્ને વસ્તુને ન્યાય આપી શકતા નથી.

હવે લોકોને આ સમજાવા લાગ્યું છે, પણ માહિતીના યુગમાં આપણે પાછળ ન રહી જઈએ એ બીકમાં આમાથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા નથી. વળી ઈ-મેલનો જવાબ ન આપવો એ કોઈને પરવડે એવું નથી, પણ મુશીબત એ છે કે જવાબ આપવા જેટલો સમય આપણે ફાળવી શકીએ એટલા સમયમાં બીજા એનાથી પણ વધારે ઈ-મેલ આપણને આવી ચૂક્યા હોય છે.

જ્યારે પણ કોઇ નવી શોધ થાય છે ત્યારે આપણે ઉત્સાહમા આવી જઈ એનો જોરદાર સ્વાગત કરીએ છીએ. થોડા વર્ષોના અનુભવબાદ જ્યારે એના ગેરફાયદા સામે આવે છે, ત્યારે આપણે એનાથી એટલા ટેવાઈ ગયા હોઈએ છીએ કે ગેરફાયદાને નજરઅંદાઝ કરીએ છીએ. દા.ત. ટી.વી.

આ બધામાંથી થોડેઘણે અંશે બહાર આવવાનો એક સરળ ઉપાય છે. જેમ આપણે આપણી તંદુરસ્તી માટે એકટાણા અપવાસ કરીએ છીએ, તેમ ક્યારેક ટી.વી. ને તો ક્યારેક લેપટોપને, ક્યારેક મોબાઈલને તો ક્યારેક કારને છૂટી આપી, એનાથી બચેલો સમય આપણે એવી પ્રવૃત્તિમા ગાળીએ કે જે આપણે કરવા ઈચ્છીએ છીએ પણ સમયના અભાવે કરી શકતા નથી.

5 thoughts on “એક સાથે અનેક કામ (Multi tasking) (પી. કે. દાવડા)

 1. જ્યારે આપણે લેપટોપ લઈને બેસીએ છીએ ત્યારે જાણે આખી દુનિયાને ખોળામા લઈને બેસીએ છીએ.

  સચોટ વાત કહી. લેપટોપ ની વિન્ડોમાંથી આખી દુનિયાનાં દર્શન એક ક્લિકથી કરી શકાય છે.

  Liked by 1 person

 2. ‘ multitasking થી કાર્યક્ષમતા વધે છે. હકીકતમા આવું નથી. દરેક કામમા ૧૦૦ % એકાગ્રહતાના અભાવથી રહી ગયેલી ભૂલો સુધારવામાં પછીથી વધારે સમય આપવો પડે છે’ અનુભવેલી વાત

  ગાંધી ફિલ્મનું એક દૃશ્ય યાદ આવે છે. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે, ‘જા તેમાં જઈને બેસ અને જ્યાં સુધી કામ થતું નથી ત્યાં સુધી બહાર આવતો નહીં’ આમ અલગ અલગ માધ્યમથી આ એકાગ્રતાનો સંદેશ આપણે મળતો હોય છે, પરંંતુ આપણે બધા જ કયારેક, વચ્ચે વચ્ચે, સતત આ એકાગ્રતાથી દૂર જઈએ છીએ અને પછી તેનાં પરિણામ ભોગવતાં રહીએ છીએ. સમયાંતરે આપણે થોડા શાંત થઈને, આપણને પોતાને પૂછવું જોઈએ કે મળેલા સમયનો હું સદુપયોગ કરી રહી છું? આ પ્રશ્ર્ન પૂછતી વખતે મનની એકાગ્રતા મહત્ત્વપૂર્ણ છે,
  ‘ક્યારેક ટી.વી. ને તો ક્યારેક લેપટોપને, ક્યારેક મોબાઈલને તો ક્યારેક કારને છૂટી આપી..’આપની મહત્વની વાત
  મગજ ક્યારેય મલ્ટીટાસ્ક થતું નથી પરંતુ તે ઘણા બધા કામો વચ્ચે સતત સક્રિય રહે છે. એવામાં સ્માર્ટફોનને થોડી વાર બંધ રાખવાથી મગજને પણ શાંતિ મળશે. સતત મોબાઈલને યૂઝ કરવાથી મગજ થાકી જાય છે. આ કારણે જ સમસ્યાનો સમાધાન …

  Like

 3. હું પોતે એકી વખતે બે કામ કરી જ શકતો નથી. અરે ! કાર ચલાવતી વખતે મને રેડિયો સાંભળવો પણ ફાવતો નથી. મારા મિત્રો તો મારી મજાક કરે છે કે,બેન્કર, તું એકી વખતે ત્રણ કામ નથી કરી શકતો ?’ તમે સમજ્યા ને આ જોક્સ ? હું ટીવી જોતાં જોતાં ફોન નથી લેતો. ખાતા ખાતા ટીવી પણ નહીં જોવાનો ને ફોન પણ નહીં લેવાનો.
  નવીન બેન્કર

  Liked by 1 person

 4. સરસ! સરસ ટોપિક ચર્ચા માટે લીધો ! ચા પીતાં પીતાં બ્રેકફાસ્ટ ટેબેલ પર સામ સામે થોડા સંવાદો , થોડું ટી વી માં ડોકિયું અને જરા તરા આ સ્માર્ટ ફોન ! બસ , નક્કી કર્યું કે અત્યારે જ ટિપ્પણી લખવા દે Now or never ! હા , આવી જ લાઈફ થઇ ગઈ છે .. is it good ? Sometimes, yes! But we don’t get much time to enjoy the depth of the matters…

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s