જીભ કોઈને ગાળ આપીને મોઢાંની અંદર જતી રહે, પણ જોડાનો માર કપાળને ખાવો પડે !
આમ તો સ્વર ગળાંમાંથી નીકળે છે, પણ શબ્દને સ્વરૂપ જીભ આપે છે. સંતોની જીભમાંથી અમૃતવાણી નીકળે છે, તો દુષ્ટ માણસની જીભમાંથી અપશબ્દો નીકળે છે. કોઈવાર કોઈને બે મીઠા બોલ કહી જોજો, સાંભળનારને પણ આનંદ આવશે અને તમને પણ આનંદ આવશે. કડવી વાત સાંભળનારને તો આહત કરે છે, પણ અંદરખાનેથી બોલનારને પણ ઉશ્કેરાટ અને અશાંતિનો અનુભવ કરાવે છે.
વ્યક્તિના બોલ ઉપરથી એના સંસ્કારની જાણ થાય છે. જીવન પ્રત્યેના તેના અભિગમની સમજ પડે છે. એક જ વાત તમે સંસ્કારી શબ્દોમા કહી શકો અને હલકા શબ્દોમા પણ કહી શકો.
“અંધાને અંધો કહિયે તો કડવા લાગે વેણ,
હળવે રહીને પૂછીએ, શેણે ખોયા નેણ?”
હવે વાત કરૂં સ્વાદની.
ખોરાક બે પ્રકારના હોય છે, શેહત માટે સારા પણ સ્વાદમા સામાન્ય. દાખલા તરીકે જુવારનો રોટલો. બીજો પ્રકાર છે, સ્વાદમા સારા પણ શેહત માટે બહુ સારા નહીં, દાખલા તરીકે ભજીયાં. આજે “જંક ફુડ” નો વપરાસ એટલો બધો વધી ગયો છે કે બહુ નાની વયે લોકો બી.પી., કોલોસ્ટ્રલ, મોટાપો, ડાયાબીટીસ, હ્ર્દયરોગ અને આવા કેટલાય રોગોનો શિકાર બને છે. આવા રોગોને સામુહિક રીતે “લાઈફ સ્ટાઈલ રોગો” કહેવામા આવે છે. જીભ થોડી કાબુમા રહે તો આવા રોગોથી બચી શકાય છે.
દાવડા સાહેબ,
સરસ લેખ. ટૂંકો પણ અભણતા તોડનારો.
જીભ અને મગજ બન્ને અેક બીજાના પુરકો. અેક બીજા વિના અઘુરા.
મગજ, કમાંડર ઇન ચીફ. મગજ ઓર્ડર કરે જીભ ઓર્ડર પાળે….
મગજ અેટલે કન્ટરોલ રુમ.
હાડકા વિનાની જીભ વાળીઅે તેમ વળે. અને વગોવાય પણ ખરી અને સર્ટીફીકેટ…સારાપણાનું પણ મેળવે.
જીભના સારા કર્મો પણ હોય છે. સ્વાદની પરખ કરીને મગજને પહોંચાડે. મગજ…ગમ્યા નગમ્યાને છુટા પાડે અને તે સ્વાદવાળી વસ્તુ સ્વિકારવી કે નહિ તે નક્કિ કરે…
મીઠીજીભવાળાની ઓળખ આપે…તે પ્રકારનું સર્ટીફીકેટ મગજ પાસે અપાવડાવે.
ગાલ્લાની નીચે ચાલતા કુતરા જેવી જ જીભની પરિસ્થિતિ છે.
આભાર,
અમૃત હઝારી.
ભગવાને સમજી ને જીભ ને મોઢા ની અંદર (પાંજરા માં) મૂકી છે…..આપણે જેમ કિંમતી વસ્તુઓને સંતાડીને રાખીયે અને જરૂર પડે ત્યારે જ વાપરીએ તેમ….એક ખુબજ ધારદાર શાસ્ત્ર છે અને સાથે સાથે વરદાન રૂપ સાધન પણ છે…જુઓ ભગવાને ખુબ સમજી ને એક આ જીભ આપી છે…ક્યારેય વિચાર કર્યો કે ભગવાને જો બે જીભ આપી હોત શું થાત? મોટા ભાગ ના અંગો બે (Two) જ આપ્યા છે… બે હાથ, બે પગ, બે આંખો, બે કાન, બે મગજ, બે કિડની, બે હૃદય, બે આંતરડા………..શું શું ગણાવું તમને?…..એટલે હવે જાગી જઈએ ( ઉઠી જાઈએ નહિ….જાગવું અને ઉઠી જવું…..તે બંને અલગ છે) અને સમજી જાઈએ તેમાં જ શાણપણ છે. ભગવાને આપેલા દરેક અંગ જયારે દૈવી કામમાં વાપરીએ ત્યારે જુઓ શું ચમત્કાર થાય છે…ભગવાને બહુજ સમજી વિચારી ને આ માનવ જીવન અને આ સુંદર શરીર આપ્યું છે…આજ થી જ પ્રભુએ આપેલી જીભ નો ઉત્તમ ઉપીયોગ કરીયે..દાવડા સાહેબ, આપનો આભાર ..એવો સુંદર વિષય અને સુંદર વિચાર આપવા માટે….
મા દાવડાજીના ટૂંકા લેખની મુખ્ય વાત-‘. જીભ થોડી કાબુમા રહે તો આવા રોગોથી બચી શકાય છે.’ ઉપરાંત જીભનું સ્વનિરીક્ષણ કરી સૌ પોતાના સ્વાસ્થ્યના ડોક્ટર બની શકે છે! અને
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ।।
જીભ આપણને શીખવે છે. આગળ બત્રીસ ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાઈ, અનેક પ્રકારના ટાઢા-ઊના, તીખા-ખારા પદાર્થોનો સતત મારો, સૂર્યનો જરા ય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું : આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં, જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે.
.
અમારી વૃદ્ધાવસ્થામાં બીજી ઈન્દ્રિયો શિથિલ થઈ પણ બીજી ઈન્દ્રિયોની શક્તિ જીભમાં ભેગી થતી હોય એમ લાગે છે.!
જીભ ની ચોકી રાખવા મોઢામાં ઉપર નીચે દાંતની ચોકી રાખી છે છતાં એ સખણી રહેતી નથી. એના ઉધામા ગજબના હોય છે. બોલવાનું અને ભોજન -સ્વાદ નું અગત્યનું કામ એને માથે છે.
બે તોલાની જીભ પણ કામ કરે બેધારી તલવાર જેવી.લલકારો તો એક ઝટકે મોઢાના દાંત ખાટા કરી નાખેને સવાદ બેસવાદ થઈ જાય , અને બીજી બાજુ જાળવીને પંપાળોતો મોઢામાં રસગુલ્લા ભરીદે.

LikeLiked by 1 person

LikeLike

જીભ સ્વાદ કયા ભાગે નાણે છે? જાણવું છે?
ખાટો મીઠો ટેરવે
બાજુએ તીખાશ
પાછલે કડવાશ
Sent from my iPhone
>
LikeLiked by 1 person
બે તોલાની જીભ પણ કામ કરે બેધારી તલવાર જેવી.લલકારો તો એક ઝટકે મોઢાના દાંત ખાટા કરી નાખેને સવાદ બેસવાદ થઈ જાય , અને બીજી બાજુ જાળવીને પંપાળોતો મોઢામાં રસગુલ્લા ભરીદે.
LikeLiked by 1 person
પગ પર બુટ ચઢાવવા માટે પણ જીભ વપરાય છે !
LikeLike