આંગણાંમાં ૫૦૦ પોસ્ટ (પી. કે. દાવડા)


આંગણાંમાં ૫૦૦ પોસ્ટ

આજે આંગણાંમાં ૫૦૦ મી પોસ્ટ મૂકાઈ.

આંગણાંની સંરચના અન્ય બ્લોગ્સથી અલગ છે. અહીં લલિતકળા અને સાહિત્યના બે સ્પષ્ટ વિભાગ રાખવામાં આવ્યા છે.

લલિતકળા વિભાગમાં અત્યાર સુધીમાં મોટા ગજાના ગુજરાતી કળાકારો, કલાગુરૂ રવિશંકર રાવળ, શ્રી ખોડિદાસ પરમાર, શ્રી જ્યોતિ ભટ્ટ અને ફોટોગ્રાફર્સ હોમાયબાનુ વ્યારાલાવાલા અને શ્રી જગન મહેતાના જીવન અને સર્જનને આવરી લેવામાં આવ્યા છે.

સાહિત્ય વિભાગમાં અમેરિકા સ્થિત ખૂબ પ્રસિધ્ધ સર્જકો, શ્રી મધુ રાય, શ્રીમતિ પન્ના નાયક, શ્રી બાબુ સુથાર, શ્રી નટવર ગાંધી અને શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટના સર્જનનો લાભ આંગણાંને મળ્યો છે.

બન્ને વિભાગમાં અનેક ઓછા જાણીતા કલાકારો અને સાહિત્યકારોને પણ યોગ્ય તક આપવામાં આવી છે.

સપ્ટેમ્બર મહિનાથી આંગણાંમાં શ્રીમતિ પ્રીતિ સેનગુપ્તા, શ્રી રાહુલ શુકલા, શ્રી જુગલકિશોર વ્યાસ અને અન્ય અનુભવી સાહિત્યકારોનું યોગદાન આંગણાંને મળશે. આંગણાંની સૌથી મોટી મૂડી આપ સૌ સુજ્ઞ વાંચકો છો. આંગણું ગુજરાતમાં દૂર દૂર સૌરાષ્ટ્રના અને કચ્છના ગામો સુધી વિસ્તર્યું છે. અમેરિકા, ભારત, યુ.કે., ઓસ્ટ્રેલિયા, કેનેડા, તાન્જાનીયા, ઓમાન, સિંગાપોર અને અન્ય દેશોમાં પણ વંચાય છે.

આંગણાંના સલાહકાર શ્રી બાબુ સુથાર અને શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટની સેવાઓની પ્રસંગે નોંધ લેવામાં આવે છે.

પી. કે. દાવડા (સંપાદક)

10 thoughts on “આંગણાંમાં ૫૦૦ પોસ્ટ (પી. કે. દાવડા)

 1. 500 લેખ પ્રગટ કરવાની મંજિલ સર કરવા બદલ અભિનંદન. હજુ પણ વધુ લેખકોનો આંગણામાં પ્રવેશ થાય અને અનેક નવા વિષયો આવરી લેવાય અને આંગણું મહાલય બને તેવી શુભેચ્છા પાઠવું છું.

  Liked by 2 people

 2. પૂજ્ય દાવડા સાહેબ,
  આંગણામાં ચર્ચાનો ચોરો ઉભો કરીને નવા નવા જાણીતા…અજાણયા ચર્ચાર્થીઓને આવકારો છો તે જ્ઞાનની લહાણી જ સમજો.
  સુંદર યોગદાન….જ્ઞાનદાન….
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. આદરણીયશ્રી દાવડા સાહેબ. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ તમને અને તમને સહયોગ આપનારા સૌ વડીલ મિત્રોને. આપ થતી સામાજિક સેવા અને નવયુવાનને યોગ્ય રાહ અને નવી દિશા આપી તે બદલ આપના સર્વ મિત્રો ઋણી રહેશે.

  Liked by 1 person

 4. Hello Davda Uncle,
  Words fail me to appreciate the kind of contribution which you have made in the world of Gujarati literature!
  In one of your articles you had jokingly mentioned that generally the memory of people is short lived. But I’m sure that the way in which Davda nu Angnu has nurtured and rekindled the love for literature of so many like me is simply phenomenal !
  Thanks very much for this blog!

  Liked by 1 person

 5. 500 લેખ પ્રગટ કરવાની મંજિલ સર કરવા બદલ અભિનંદન. હજુ પણ વધુ લેખકોનો આંગણામાં પ્રવેશ થાય અને અનેક નવા વિષયો આવરી લેવાય અને આંગણું મહાલય બને તેવી શુભેચ્છા પાઠવું છું.

  સુંદર યોગદાન….જ્ઞાનદાન….
  આભાર.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s