જ્યોતિ ભટ્ટની ધરોહર-૬


(ધરોહરના આ હપ્તાના ચિત્રોનું અવલોકન શ્રી બાબુ સુથારે કર્યું છે.)

Blue Fly

જ્યોતિભાઈની આ પ્રિન્ટમાં text પણ છે અને erotic images પણ. textમાં અહીં એક બાજુ ‘શ્રી’ અને ‘ૐ’ જેવા શુભસૂચક શબ્દો છે તો બીજી બાજુ FLY જેવો શબ્દ પણ છે. આપણામાંના ઘણાએ ‘શ્રી’ અને ‘ૐ શબ્દો ઘરના પ્રવેશદ્વાર પર કે ઘરની આગલી ભીંત પર લખેલા કે કોતરેલા જોયા હશે. આ બન્ને શબ્દો અહીં મૂકીને જ્યોતિભાઈ લોકકળા સાથેનો સંબંધ જાળવી રાખ્યો છે. Erotic Imagesમાં પ્રસૂતાનું અને રતિક્રિડામગ્ન યુગલોની images તરતજ આપણું ધ્યાન ખેંચે. આ images પણ બે જ રંગમાં છે. એ પણ monochromatic. અર્થાત્, એ રંગોમાં કોઈ વૈવિધ્ય રાખ્યું નથી. આ images વચ્ચેની સમતુલા કોઈ પણ ભાવકનું ધ્યાન ખેંચ્યા વિના ન રહે. જ્યોતિભાઈએ પ્રિન્ટની ઉપર સ્ટેન્સિલનો ઉપયોગ કરીને એક વાદળી રંગની માખી મૂકી છે. માખી આમ તો કોઈને પણ જુગુપ્સાપ્રેરક લાગે. પણ જ્યોતિભાઈએ અહીં symmetry અને પારદર્શકતા વડે એની જુગુપ્સાને ઢાંકી દીધી છે. પશ્ચિમમાં પણ માખીની imageનો વિનિયોગ કરતાં કેટલાંક ચિત્રો છે પણ એમાં માખી મોટે ભાગે જુગુપ્સાપ્રેરક જન્તુ તરીકે બતાવવામાં આવી છે. જેમ કે, સત્તરમી સદીના Georg Flegelનું Still-life with Carafe of Wine ચિત્ર લો. એમાં દારૂની બોટલ પાસેની બ્રેડ પર માખી બેઠેલી છે. એ જોતાં આપણને ચીતરી ચડે. Printmakingમાં જ્યોતિભાઈનું નામ ખૂબ મોટું છે. અહીં એમણે printmakingની mixed intaglioની ટેકનીક વાપરી છે. એમાં સૌ પ્રથમ ધાતુના પતરા પર કોતરણી કરવામાં આવતી હોય છે. એ પતરું તાંબાનું પણ હોય કે જસતનું પણ હોય. અને ત્યાર પછી એની પ્રિન્ટ કાઢવામાં આવતી હોય છે. એવી પ્રિન્ટ કાઢ્યા પછી જ્યોતિભાઈએ સ્ટેન્સિલની મદદથી એના પર માખીની image મૂકી છે. આ પ્રિન્ટ જોતાં જ મને એક ફ્રેંચ લેખક યાદ આવી ગયો. એણે માખી વિશે લખ્યું છે: Flies are the constant, immemorial witness to the human comedy.

Burnt Place

પરંપરાગત ચિત્રો કેન્વાસ પર હોય. આ ચિત્રમાં જ્યોતિભાઈ સૌ પહેલાં તો એની સામે બળવો કરે છે. કેન્વાસને બદલે શણનું કાપડ વાપરે છે. એ જ રીતે, પરંપરાગત ચિત્રોમાં ચિત્રકાર રંગ વાપરે. જ્યોતિભાઈ અહીં એ પરંપરાની સામે પણ બળવો કરે છે અને રંગને પ્રાથમિકતા આપવાને બદલે ઑઈલ, રેતી અને લોખંડના રજકણનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ એ બલી ગયેલી વસ્તુઓને ઊઠાવ આપવા માટે એ સામગ્રી પર રંગનો ઉપયોગ કરે છે. અહીં પરંપરાગત કેન્વાસ પર હોય છે એવી સુંવાળી સપાટી નથી. ચિત્રકારે બળી ગયેલી જગ્યા બતાવવી છે. એટલે દેખીતી રીતે જ, એમણે સપાટી ખરબચડી બતાવી છે. લાલ અને કાળા રંગની વિવિધ છાયાઓ પણ આગ અને કોલસા તથા રાખનું સૂચન કરે છે. ચિત્રકારે અહીં કોઈ વસ્તુઓ નથી મૂકી. એને બદલે બળી ગયેલી એક જગ્યા બતાવી છે. એ જગ્યાને આપણે કોઈ એક જગ્યા સાથે identify નતી કરી શકતા. આ જગ્યાનાં અનેક પોત અને એમનું composition પણ માણવા જેવું છે.

ઘર

આધુનિકતાને પગલે પરંપરાગત જીવનશૈલી અદૃશ્ય થવા લાગેલી. જ્યોતિભાઈ અહીં એ પ્રક્રિયાનો દસ્તાવેજ ઊભો કરે છે. પણ કૅમેરાની મદદથી નહીં. અહીં ત્રણ ઘર છે. પણ એક પણ ઘરની image વાસ્તવવાદી નથી. એક ઘરના વચલા મોભે બેઠેલું પંખી આપણને પણ ઊંચકીને ઉપર લઈ જાય. ચિત્રકારે top angleથી એ પરિસ્થિતિ શક્ય બનાવી છે. પણ એક ઘરની પરસાળમાં બેઠેલી બે સ્ત્રીઓને આપણે પાછા વચલા મોભે બેસીને નથી જોઈ શકતા. એમને જોવા માટે આપણે આપણી જાતને આગળના ઘરની ઉપર મૂકવી પડતી હોય છે. ચિત્રકારે આ બધા anglesની વચ્ચે compositional unity ઊભી કરી છે. પીળો રંગ અને એનાં વિવિધ પોત સમય સાથે અદૃશ્ય થતા જતી એક જીવનશૈલીનું સૂચન કરે છે.

3 thoughts on “જ્યોતિ ભટ્ટની ધરોહર-૬

  1. સૌ પ્રથમ ચિત્રો જોયા
    .
    -સમજવા પ્રયત્ન કર્યો
    .
    પછી મા સુથારજીની આંખે માણ્યા તો

    ઘણી વાત સમજાઇ..
    ત્રણેયને ધન્યવાદ

    Like

  2. (આજે જ ઈ-મેઈલ દ્વારા મળેલો શ્રી જ્યોતિ ભટ્ટનો સંદેશો)

    સ્નેહી ભાઈ દાવડાભાઈ,
    કલમ સાથોસાથ બાબુભાઈની આંખો પણ તેની સ્પર્ધામાં બરોબરી કરતી થઇ ગઈ છે. મને જ જાણ હોય તેવી, મારી કૃતિઓના સર્જનકાળ સાથે જોડાયેલી વિગતો પણ તે જોઈ શક્યા છે. ભાગ્યે જ કોઈ કળાકૃતિઓ જોવાં અને માણવા બાબુભાઈ જેમ રસ અને કુતુહલ પૂર્વક મહેનત કરે છે. ફ્રેંચ લેખકનું એમણે આપેલું અવતરણ જો મને ચાલીસ સ વરસ પહેલા ‘Blue Flies’ છાપ બનાવી ત્યારે મળ્યુ હોત તો તે છાપમાં મેં તેનો સમાવેશ પણ કર્યો હોત. આ પ્લેટ ૧૯૭૨ દરમ્યાન કોતરેલી હતી પણ ત્યારે તેમાં blue રંગ વાપર્યો ના હતો. ૧૯૯૮મ તેનો નવો અવતાર થયો.
    બાબુ ભાઈ વડોદરા હતા ત્યારે થોડો પરિચય થયો જ હશે, પણ ત્યારે વધુ નજીક જવાનો અવસર મળેલો નહિ, જે હવે ધરોહર દ્વારા ભાગ્યશાળી થયો છું.
    પ્રેમાદર સાથે,
    જ્યોતિ

    Like

પ્રતિભાવ