અજંપો (પી. કે. દાવડા)


અજંપો

આપણા અજંપાના મૂળમા આપણી મૂળ જરૂરત કરતાં વધારે વસ્તુઓ મેળવવાની ઈચ્છાઓ છે. આપણી મૂળ જરૂરતો કઈ કઈ છે? મારા મતે એ અનુક્રમે નીચે પ્રમાણે છે.

૧. ખોરાક

૨. વસ્ત્રો

૩. ઘર

૪. ડોકટરી સારવાર અને દવાઓ

૫. શિક્ષણની સગવડ

૬. સાર્વજનિક વાહન

૭. સસ્તું મનોરંજન

આ સાતેય વસ્તુઓ માટે પૈસા જરૂરી છે.

પૈસા મેળવવા પ્રયત્ન કરવો જરૂરી છે. આ પ્રયત્નનો પ્રકાર અને એની માત્રા આપણામા અજંપો પેદા કરે છે. કેટલાક લોકો થોડી મહેનત કરી ખૂબ પૈસા કમાઈ લે છે, જ્યારે કેટલાક લોકોને અથાગ મહેનત પછી પણ એની મૂળભૂત જરૂરિયાત જેટલું મળતું નથી.

એવું પણ નથી કે જે લોકો અઢળક કમાય છે એમને અજંપો નથી. એમનો અજંપો અલગ પ્રકારનો છે. કરચોરી અને પકડાઈ જવાની બીક, પોતાની અને કુંટુંબની સલામતિની ચિંતા, બાળકો કુછંદે ન ચડી જાય તેની ચિંતા અને આવી તો અનેક ચિંતાઓના એ લોકો શીકાર થતા હોય છે. અછતવાળાઓને માત્ર એક જ ચિંતા હોય છે, “કેમ પૂરૂં કરવું?”

આ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે ખોરાકને અભાવે જેટલા લોકો મરે છે એનાથી વધારે લોકો વધુ પડતા ખોરાકને લીધે મરે છે. મોટાપો અને ડાયાબીટીસ એ અછતવાળાને છબતા નથી.

પૈસાના અભાવવાળા કરતાં પૈસાના અભાવ વગરના લોકો વધારે સુખી છે એમા કોઈ બે મત નથી, પણ પૈસાના અભાવ વગરના લોકો કરતાં અતિ પૈસાવાળા વધારે સુખી છે એ વાત માનવામાં મને ખચકાટ છે. અતિ પૈસાવાળાનો સૌથી મોટો અજંપો એમની અસલામતિનો અહેસાસ છે.

દસ બાય દસની રૂમમા દસ જણ રહે છે એ કંઈ બહુ સારી વાત નથી; પણ ચાર હજાર સ્કેવર ફૂટમાં બે જણ રહે છે એ પણ સારી વાત નથી. આ લોકોને ત્યાં સગા-સંબંધી અને મિત્રોની હાજરી કંઈ હંમેશાં આનંદદાયક હોતી નથી. મને આનો જાત અનુભવ છે.

આપણે વાપરી શકીએ એનાથી વધારે ભેગું કરવાની વૃતિ જ અજંપાના મૂળમાં છે. મધ હશે ત્યાં માખીઓ તો આવશે, અને એ તમને ત્રાસ દાયક પણ લાગસે. લોકો તમારી પાસેથી મદદ માગસે, નહિં આપો તો ગામમાં તમને વગોવશે.

તો અજંપો ટાળવા કેટલું ધન હોવું જોઈએ? રામ જાણે ! મને તો ખબર નથી. હા, માત્ર એટલી વાત સાચી છે કે લોકોની મૂળભૂત જરૂરતો લગભગ એક સરખી જ હોય છે. આ જરૂરિયાતથી વધારે ધનને Economics નો Law of diminishing returns લાગુ પડે છે.

હવે હું ધન સંચયની પણ થોડી વાત કરી લઉં. આપણા દેશમાં, આવતી પેઢીના સુખનો વિચાર કરી આપણે ધન સંચય કરીએ છીએ. સાત પેઢી ખાય એટલું રાખી જવાનો અભરખો સેવી, આપણી પોતાની જીંદગીમા કરકસરથી જીવીએ છીએ. મેં પણ આમ જ કર્યું છે. છેક હવે મને સમજ પડી છે કે આખી જીંદગી કરકસર કરી મેં મારા બાળકો માટે જે ધન સંચય કર્યું છે એ તો એમની એક વર્ષની આવક જેટલું જ છે. મારી બચતની સામે જોવાની પણ એમને ફૂરસદ ક્યાં છે? મને હવે એ જ સમજાતું નથી કે શું સાચું છે અને શું સાચું નથી!!

9 thoughts on “અજંપો (પી. કે. દાવડા)

 1. બંધિયાર પાણીની જેમ બંધિયાર પૈસા કે આહારથી ઉત્પન્ન થતી શક્તિ પણ નુક્શાનકારક છે. પૈસૌ ફક્ન સાધન છે તે જયારે સાધ્ય કે ગુરૂતાગ્રંથીનું કારણ બને છે ત્યારે અચૂક દુ:ખ નોતરે છે.

  Like

 2. છેક હવે મને સમજ પડી છે કે આખી જીંદગી કરકસર કરી મેં મારા બાળકો માટે જે ધન સંચય કર્યું છે એ તો એમની એક વર્ષની આવક જેટલું જ છે. મારી બચતની સામે જોવાની પણ એમને ફૂરસદ ક્યાં છે?
  yes this is eye opening for all of us at this age..hope we realised early? but you said rightly : ” what is right and what is wrong” At that time of ours it was essential to eliminate our part of “Ajampo”
  very nicely analysed- from roti – kapada aur makan with few 4 other things.

  Like

 3. મા દાવડાજી નો સ રસ લેખ ‘ અજંપાનું મૂળ પાર વગરની અપેક્ષા’ પર વધુ ચિંતન કરતા …
  ચંચળતાની જાગૃતિ અજંપો લાવે સાંપ્રત સમયે માનવ પાર વગરના ચંચળ થઇ ગયા અને મહાન અજંપામાં સપડાયા છે. આટલું બધું ખાવાનું, પીવાનું છે, છતાં લોકો દુઃખી!! જ્યાં સુધી સ્થિરતાની શક્તિ ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી સુખી કેવી રીતે હોઇ શકે? સરળ ઉપાય – જોયા કરવાનું. એ ચંચળતા શું કરે છે તે ‘જોયા’ જ કરવાનું. બાકી જેઓ મનની સાથે પોતે પણ રમે. મન નાચે ત્યારે એ પણ નાચે અને અજંપામા પીડાય
  અંતમા-‘…આખી જીંદગી કરકસર કરી મેં મારા બાળકો માટે જે ધન સંચય કર્યું છે આ અજંપા પર .મારી વાત-મારી પાસે કંઈ નહિ તો જોઈએ એટલું બધું છે. ખુશ જીવન છે, આરામ છે. પછી દિલમાં અજંપો કેમ રહે ? નાનકડા સંસારમા પરિગ્રહ જામે. છે. થોડોક અમલ છે, ઘણી ખામીઓ છે, માટે દિલનો અજંપો રહે છે. દુનિયાની આર્થિક વિષમતા મટાડવાની છે. સમાજના અન્યાય મિટાવવા, દુનિયાનાં અંતર ઘટાડવા અમારે શું કરવું ? ધનવાન આરામથી જીવે, લહેરથી ફરે, સામાજિક પ્રશ્નો ઉપર ધ્યાન ન આપે, ગરીબોની સામે નજર ન કરે – એમનું શોષણ કરતા રહેશે, અને સમાજનાં અંતરો ઘટવાને બદલે વધતાં જશે.એમનું જીવન સુધરવાથી આગળ ઉપર સમાજની સ્થિતિ સુધરશે. માટે જ એ અજંપો છે. સાચી સમાનતા લાવવા બધા એક સાચો ને અસરકારક પ્રયત્ન કરીએ. એ અજંપો છે, અને એ અજંપો શુભ છે.
  હું પ્રાર્થના કરતી જઈશ કે આ અજંપો મારા દિલમાં જલતો રાખે.
  અને છેલ્લે મનમા ગુંજે
  ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
  અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
  અણદીઠેલ દેશ જાવા લગન એને લાગે
  બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

  Like

 4. “છેક હવે મને સમજ પડી છે કે આખી જીંદગી કરકસર કરી મેં મારા બાળકો માટે જે ધન સંચય કર્યું છે એ તો એમની એક વર્ષની આવક જેટલું જ છે. મારી બચતની સામે જોવાની પણ એમને ફૂરસદ ક્યાં છે? મને હવે એ જ સમજાતું નથી કે શું સાચું છે અને શું સાચું નથી!!”
  મારી પણ આજ હાલત છે,દળી દળીને ધાકણી માં,મે તો એક ઉપાય શોધી લીધો છે, મન ભરી ને ખર્ચો.બાકી વધે તે જીવન દરમિયાન જ દાન કરી દો.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s