ડોકટરને સંબોધીને દર્દીએ લખેલી કવિતા (યુનુસ લોહિયા)


ડોકટરને સંબોધીને દર્દીએ લખેલી કવિતા  (યુનુસ લોહિયા)

“સાહેબ તમારી પ્રેક્ટીસ માટે અમે કેટલો બધો ભોગ આપ્યો છે,
અમારા કુટુંબના દરેક જણે કોઈ ને કોઈ રોગ રાખ્યો છે;

સગાં જે આજે ‘સ્વ.’ છે એ બધા જયારે ‘શ્રી’ હતા,
યાદ કરો સાહેબ કે તેઓ તમારા જ દર્દી હતા;

ડ્રોઈંગરૂમમાં એમના ફોટા પર જે જે હાર લટકે છે,
આમ જોઈએ તો સાહેબ એ તમારી જ સારવાર લટકે છે;

ઘરની દરેક બીમારીમાં તમારો સાથ હોય જ છે,
કુટુંબના દરેક જનમ-મરણમાં તમારો હાથ હોય જ છે;

સાહેબ તમારા પાસે જે સારામા સારી ગાડી છે,
એનું કારણ અમારા સૌ કુટુંબીજનોની નાડી છે;

તમારા ઘરના ફ્લોર પર જે જે આરસના ટાઈલ્સ છે,
તે અમારા ઘરના સ્ટોન, અપેન્ડીક્ષ અને પાઈલ્સ છે.”

4 thoughts on “ડોકટરને સંબોધીને દર્દીએ લખેલી કવિતા (યુનુસ લોહિયા)

 1. આજે ડોકટરીમાં તત્ત્વ ખૂટે છે તે ‘હ્યુમન કેર’ ! દવાના ગંજ ખડકી અને બીન જરુરી વાઢકાપ કરી વૉલસ્ટ્રીટ ગ્રીડથી મેળવેલ સંપતી પર આ રમુજી કટાક્ષ કાવ્ય ગમ્યું. આવા રમુજી કાવ્યો. ચારાસાઝ નું કામ પણ કરે છે! અમારી શ્રધ્ધા છે કે તબીબ પોતાની સારવાર સાથે કવિતાની સારવાર આપે તો રોગમાં વહેલી રાહત થાય.કેનેથ કોચના પ્રયોગ પછી ઘણા વૃદ્ધો કવિતા લખતા થયા. વિલિયમ રોસ નામના વૃદ્ધે ૮૦ની વયે એક પંકિત લખી તે સિદ્ધ કવિની હોય તેવી હતી: પોએટ્રી ઇઝ લાઇક / બીઇંગ ઇન ઇનર સ્પેસ! કવિતા તો માનવીને અંતરના અવકાશમાં ઘુમાવતું દિવ્ય બળ છે. કવિતાના પ્રયોગ પછી ઘણા વૃદ્ધોને દવા આપવાનું પણ બંધ કરાયું. જે વૃદ્ધો કાનેથી બિલકુલ સાંભળતા નહોતા તેમને કાળાં પાટિયાં પર કવિ કિટ્સની પંકિત લખીને વંચાવાઈ. એ પંકિત હતી: ‘આઇ ધી ઓશન’. આ આખું કાવ્ય બોર્ડ ઉપર વાંચીને એક બહેરો વૃદ્ધ ઊછળી પડયો અને બોલી ઊઠયો ‘તું દરિયો તો હું પણ દરિયો. તારાથી હું તરિયો’ એમ કહીને તે નાચવા માંડયો. ડી.એચ.લોરેન્સ કવિ નહોતા પણ કવિતાનું બખડજંતર કરતા. તેની કવિતાઓ પણ વૃદ્ધોને વાંચી સંભળાવી, જેથી તેમને આત્મવિશ્વાસ આવે કે કવિતા કાંઈ કાટલાછાપ કવિ જ નહીં, આપણે પણ કરી શકીએ અને મનમાં સ્ફૂરે તેવું કાવ્યરૂપે લખી શકાય છે
  જલન માતરીનો કટાક્ષ
  જે પીતાં વર્ષો વીતે પણ મટે ના રોગ રોગીનો ,
  તબીબો પણ ખરા છે એવી વસ્તુને દવા કે’ છે.

  કોઈ બ્લોગ પર કવિ ડૉ. શ્યામલ મુન્શીના નામે આ કાવ્ય છપાયું છે.

  Like

 2. આજે ડોકટરીનું ભણવા માટે અને ભણ્યા પછી દવાખાનું કે નાનું એવું નર્સિંગ હોમ ખોલવા માટે કરોડો રૂપિયાની જરૂર પડે છે, હવે ડોક્ટરોએ એ વસુલ તો કરવાના…પણ તો પણ, અમારી શ્રધ્ધા છે કે તબીબ જો ધંધામાં માનવતા રાખીને દર્દીની સારવાર કરે તો રોગમાં વહેલી રાહત થાય.

  Like

 3. કવિ યુનુસ લોહિયાઅે અેક યુનિક વિચારને જન્મ આપ્યો છે. દર્દીઓના દિલને વાચા આપી છે અને ડોક્ટરોના દિલને જલન દીઘું છે. કોઇ સમાજસેવક દયા કરીને તેમને ટમ્સની ગોળી આપી આવે…..તો….તેમની અેસીડીટી ઓછી થાય.
  લોહિયા કદાચ જ્યારથી લહિયા થયા હશે ત્યારથી સટાયરના તીર જ મારતા હશે. ગમ્યુ.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s