ગુજરાતી ગઝલો લોકપ્રિય થવાની શરૂઆત શયદાના સમયથી થઈ. શયદાએ ગઝલોને ફારસી અને અરબી શબ્દોમાંથી મુક્ત કરવાની શરૂઆત કરી. શયદાના સમયથી મુશાયરા લોકપ્રિય થયા. ત્યારબાદ પચાસથી પણ વધારે સાહિત્યકારોએ ગઝલ લખી અને ગુજરાતિ સાહિત્યને માતબર કર્યું છે.
શયદા એમનું તખ્ખલુસ છે. એમનું મુળ નામા હરજી લવજી દામાણી છે. શયદાની ગઝલોમાં ભાષાની સરળતા, ભાવોની કોમળતા અને વિચારોની ગહનતા છે. શયદાની શૈલીનો પ્રવાહ નિર્વિરોધ વહેતો રહે છે અને એમનો લહેકો તો ગજબનો જ છે. અહીં શયદાની મારી મનગમતી બે ગઝલ રજૂ કરૂં છું.
બહાર આવે.
જનારી રાત્રી, જતાં કહેજે, સલૂણી એવી સવાર આવે,
કળી કળીમાં સુવાસ મહેકે. ફૂલો ફૂલોમાં બહાર આવે…
હ્રદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે,
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે…
વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો,
કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે’
કિનારેથી શું કરે કિનારો? વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની ડરે શું કરવા? ભલે તુફાનો હજાર આવે…
ન ફૂટે ફણગાં, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે,
ધરામાં જ્વાળા ધખે છે એવી, બળી મરે જો બહાર આવે…
જરૂર આવીશ કહો છો સાચું, મને તો શંકા નથી જરાયે,
પરંતુ એ તો અટલ નિયમ છે, સમય ન પાછો જનાર આવે…
સિતારા દિવસે ઉદય ન પામે, અમાસે ચંદા નથી ચમકતી,
તમો ખુલાસો કરો ને સાચે કહો, શું રાતે સવાર આવે?
એમનો સામાન્ય ઝોક ઈશ્કે મિજાજી કરતાઁ ઈશ્કે હકીકીએ તરફ વધુ છે.
“અમારા વિશે વિશ્વ આખુઁ રમે છે,અમારુઁ જ મસ્તકા અમોને નમે છે.” તે જ્ઞાનથી થતો નિત્ય આનંદ, તે જ ખરેખરો અહંબ્રહ્માસ્મિ… તે જ શિવોહમ નું સ્મરણ કરાવે છે.
સાગર તરંગ થઈને સાગરમહીઁ મળીજા,
શાને કરે તરંગો સાગર તરી જવાના?
ગુઢાર્થવાળી પંક્તિ સમુદ્રને તરંગ બની ઉપમાનુ સ્મરણ કરાવે છે.
અમને ખૂબ ગમતી પંક્તિઓ
નહીઁતો માનવતાના મોઁઘા મંત્ર દે,
વિશ્વ શરણે થાય એવુઁ તંત્ર દે.
ન ભુલાય તેવી રચના
તમારા પગ મહીં જ્યારે પડ્યો છું;
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું.
જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.
ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.
તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા પછી મુજને જ્ડ્યો છું.
ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.
પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?
પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!
મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું.
’
ખૂબ ખૂબ મજા પડી ગઈ! આમ ભારે ભારે લેખો ની વચ્ચે આવી ગઝલો આંગણામાં પિરસતા હોવ તો ચા-પાણી કે હુકકાની માગણી નહિ કરીએ! આભાર.
LikeLiked by 2 people
એમનો સામાન્ય ઝોક ઈશ્કે મિજાજી કરતાઁ ઈશ્કે હકીકીએ તરફ વધુ છે.
“અમારા વિશે વિશ્વ આખુઁ રમે છે,અમારુઁ જ મસ્તકા અમોને નમે છે.” તે જ્ઞાનથી થતો નિત્ય આનંદ, તે જ ખરેખરો અહંબ્રહ્માસ્મિ… તે જ શિવોહમ નું સ્મરણ કરાવે છે.
સાગર તરંગ થઈને સાગરમહીઁ મળીજા,
શાને કરે તરંગો સાગર તરી જવાના?
ગુઢાર્થવાળી પંક્તિ સમુદ્રને તરંગ બની ઉપમાનુ સ્મરણ કરાવે છે.
અમને ખૂબ ગમતી પંક્તિઓ
નહીઁતો માનવતાના મોઁઘા મંત્ર દે,
વિશ્વ શરણે થાય એવુઁ તંત્ર દે.
ન ભુલાય તેવી રચના
તમારા પગ મહીં જ્યારે પડ્યો છું;
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું.
જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.
ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.
તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા પછી મુજને જ્ડ્યો છું.
ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.
પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?
પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!
મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું.
’
LikeLike
મઝા આવી.
LikeLiked by 1 person
ખૂબ ખૂબ મજા પડી ગઈ ! અનાદિ કાળથી ભૂલો પડ્યો છું ! પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું.
’
LikeLiked by 1 person
best of Shayada thx for sharing
LikeLiked by 1 person
Shayda ni gazal vachi moti thai chu khoob Gami gazal
LikeLike