ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૭


જગન મહેતાએ અનેક વિષયની બેનમૂન તસ્વીરો લીધી છે, પણ એમની સૌથી વધારે પ્રસિધ્ધી ગાંધીજીની ઐતિહાસિક તસ્વીરો માટે છે. ૧૯૪૭ ના માર્ચ મહિનામાં, બિહારમાં સળગેલી કોમી આગને ઠારવા ગાંધીજી અને ખાન અબ્દુલ ગફારખાન ગયેલા ત્યારે જગન મહેતા સતત એમની સાથે રહેલા. ગાંધીજીની ઐતિહાસિક તસ્વીરો વિશ્વ પ્રસિધ્ધ થઈ અને દુનિયાના અનેક દેશોમાં એમને પ્રદર્શિત કરવામાં આવી.

ગાંધીતસ્વીરોની શરૂઆત કરવા હું આજે મને ગમેલી થોડી અન્ય તસ્વીરો મૂકું છું. બિહારની તસ્વીરો આવતા અંકથી શરૂ કરીશ.

૧૯૩૨ માં ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાર્થના સભા દરમ્યાન લેવાયલી ગાંધીજીની તસ્વીર કેટલીય વાતો છતી કરે છે. જે વાસ્તુમાં ગાંધીજીની વ્યાસપીઠ છે અને ગાંધીજીની વ્યાસપીઠ બન્ને ગાંધીજીની સાદગી અને સામાન્ય માણસો સાથે ભળી જવાનો પ્રયાસ દર્શાવે છે. ગાંધીજીના મુખભાવમાં ભક્તિ અને એકાગ્રતા અજોડ છે. ક્યારેક તો એમ લાગે કે ગાંધીજી છે કે એમની પ્રતિમા !

૨૩ મી જુલાઈ ૧૯૩૩ના પાલડી, અમદાવાદના વિદ્યામંદિરમાં લેવાયલી તસ્વીરમાં પણ ગાંધીજીની સાદી વ્યાસપીઠ અને એમને સાંભળવા ભેળા થયેલા ગાંધીટોપી પહેરાલા માણસોનું નાનું જૂથ, સમયના વાતાવરણની ઝાંખી કરાવે છે. ગાંધીજી કેમેરા સામે જોઈને આપેલું સ્મિત મેળવવા બધા ફોટોગ્રાફર ભાગ્યશાળી હતા.

જગન મહેતાએ લીધેલી તસ્વીરોમાંથી ગાંધીજીની તસ્વીર ખૂબ જાણીતી છે. તસ્વીરમાં ગાંધીજીનું મનમોહક સ્મિત અને એમની આસપાસ બેઠેલા લોકોમાં હિન્દુમુસ્લીમોનું ગાંધીજી પ્રત્યેનું આકર્ષણ છતું થાય છે.

તસ્વીરમાં ગાંધીજીની મંડળી એક ગામથી બીજે ગામ જાય છે. ગાંધીજીની સાથે મૃદુલા સારાભાઈ છે. એક અતિ ધનાઢ્ય કુટુંબની સ્ત્રી ઉપર પણ ગાંધીજીની ચળવળની કેવી અસર થઈ હતી તેનું આનાથી મોટું ઉદાહર કયું હોઈ શકે?

 

5 thoughts on “ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૭

  1. ત્યારે ખબર ન હતી કે આ તસ્વિરો કોણે પાડી છે !
    ગાંધીજીની ઐતિહાસિક તસ્વીરો
    વારંવાર માણેલી
    ફરી માણી આનંદ

    Like

  2. ગાંધીજીની આવી તસવીરો લેવી એ ય નશીબવી વાત છે” મારા માટે ગાંધીજીની આવી તસવીરો જોવી એ પણ નશીબની વાત છે આગલી તસવીરો નીકળી ગઇ તેનો અફસોસ જરુર રહી જશે જગન મહેતાને અભિનંદન

    Like

પ્રતિભાવ