રવિપૂર્તિ-હોમિયોપથી-૪ (પી. કે. દાવડા) જાન્યુઆરી 7, 2018લેખlilochhamtahuko મણીના માથાના દુખાવો મારા એક મિત્રે એક દિવસ મને કહ્યું, “આખો દિવસ આ હોમિયોપથીના થોથાં વાંચો છો તો મારી બહેન મણી માટે કંઈ ઈલાજ બતાડોને!” વાતચીતમાં જાણવા મળ્યું કે મણીનું માથું સખત દુખ્યા કરે છે. કોઈ દવાથી રાહત મળતી નથી. એક્વાર તો એ કંટાળીને આપધાત કરવા ટેરેસ ઉપર જતી રહેલી, પણ કોઈએ જોઈ લેવાથી બચી ગઈ. મારી કુતુહલ વૃતિને લીધે હું મણીનો કેસ હોમિયોપથીની દૃષ્ટીએ તપાસવા તૈયાર થઈ ગયો. મારા મિત્ર, એમના પત્ની અને મણી મારા ઘરે આવ્યા. મેં બધાને કહ્યું, હું ને મણી બીજા રૂમમાં જઈ વાતચીત કરીએ છીએ, ત્યાં સુધી તમે અને મારી પત્ની અહીં બેસીને ચા–પાણી પિયો અને વાતચીત કરો. અલગ રૂમમાં મેં સવાલ–જવાબ કર્યા. “મણી તારા સાસુ કે કુટુંબના બીજા કોઈ તને ત્રાસ આપે છે?” “ના એ બધા તો બહુ સારા છે.” “તારો વર તને સતાવે છે?” “ના એ તો બહુ જ સારા છે.” “તારા નાના છોકરાઓની કોઈ ચિંતા છે?” “ના એ તો બહુ જ સમજુ અને ભણવામાં હોશિયાર છે.” “તમે તો ખૂબ જ શ્રિમંત છો, કોઈ ચીજ વસ્તુનો અભાવ નથી, તો કઈ તકલીફ છે?” “કોઈ તકલીફ નથી.” “જો મણી, તું સાચું નહીં કહે તો ક્યારેક આપઘાત કરીશ, તારા બાળકો મા વિનાના થઈ જશે. જે હોય તે મને કહે, હું કોઈને નહીં કહું. આપણે તો તારા માટે દવા શોધવાની છે.” “પટેલને મારા ઉપર વિશ્વાસ નથી.” “કેમ એ શું કરે છે? તને કંઈ આડું અવડું સંભળાવે છે?” “ના એ મારી જાસુસી કરે છે.” “કેવી રીતે?” “હું જ્યારે પણ બહાર જાઉં છું ત્યારે એ મારી પાછળ પાછળ આવે છે.” મને આશાનું એક કિરણ દેખાયું, હવે કદાચ કેસ Solve થશે. કારણ કે મણીનો વર એટલે પટેલ એક મોટો વેપારી હતો. એનો હાર્ડવેરનો સ્ટોર એટલે ધમધોકાર ચાલતો કે એને પાણી પીવા જેટલી પણ ફુરસદ ન હતી. એ સ્ટોર છોડીને મણીને પાછળ જાય એ શક્ય જ ન હતું. એટલે મેં પુછ્યું, “તને કેમ ખબર પડે કે એ પાછળ પાછળ આવે છે?” “હું પાછળ જોઉં તો મને દેખાઈ જાય.” “એ કેટલે દૂર હોય?” “બહુ દૂર હોય.” Done. Case Solved. મણીને આભાસ થાય છે. જે વસ્તુ ત્યાં હાજર નથી, એ વસ્તુનો એને હાજર હોવાનો આભાસ થાય છે. હોમિયાપથીમાં આવા ચિન્હો માટે ઈગ્નેશિયા નામની દવા છે. Ignatia માં નીચે પ્રમાણેના લક્ષણો છે. Emotions Changeable, unpredictable, hysterical, easily offended. Laughing then weeping in the same sentence. Weeping in sobs, away from company. Grief Sighing with grief or disappointment Ailments from grief or sudden disappointment Headaches From grief, disappointment, or heightened emotion. As if a nail driven into head. મણીને એક અઠવાડિયું આ દવા આપવાથી મણીનું માથું કાયમ માટે મટી ગયું. (મારૂં આ વાંચીને કોઈએ જાતે આવો પ્રયોગ કરવો નહીં. મેં કર્યો એ મિત્રના દબાણમાં આવીને કર્યો, અને પ્રભુ કૃપાએ સફળ રહ્યો, છતાં જીવતા માણસો ઉપર પુરતા શિક્ષણ સિવાય આવું કરવું એ ખોટું તો હતું.) ShareEmailLike this:Like Loading...
‘મારૂં આ વાંચીને કોઈએ જાતે આવો પ્રયોગ કરવો નહીં….’ વાત સાચી છે પણ અમારા સ્નેહીઓમા આવા મણીબેનો છે તો આ દવાના સુચન સાથે નિષ્ણાતની સલાહ લેશુ LikeLike
excellent way of finding true medicine for mani bahen.
LikeLiked by 1 person
સરસ.
LikeLike
‘મારૂં આ વાંચીને કોઈએ જાતે આવો પ્રયોગ કરવો નહીં….’
વાત સાચી છે
પણ
અમારા સ્નેહીઓમા આવા મણીબેનો છે તો આ દવાના સુચન સાથે નિષ્ણાતની સલાહ લેશુ
LikeLike