નવી “ધારાવાહી,” – “એક અજાણ્યા ગાંધીની આત્મકથા”- આવકાર – (જયશ્રી વિનુ મરચંટ)
આદરણીય ભાઈશ્રી નટવરભાઈ ગાંધીનું “ધારાવાહી”માં સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. વડીલબંધુ શ્રી પી. કે. દાવડાએ, “દાવડાનું આંગણું” માટે “ધારાવાહી”ની જવાબદારી જ્યારે મને સોંપી, ત્યારે મને તાજેતરમાં જ વાંચેલી, “એક અજાણ્યા ગાંધીની આત્મકથા” યાદ આવી. સાદી, સરળ અને પ્રવાહી ભાષામાં લખાયેલી આ આત્મકથા સાચા અર્થમાં ડાયસ્પોરાના સાહિત્યનું આભૂષણ છે. આ પુસ્તકમાં, વતનની રહેણી-કરણી, ઉછેર, અભ્યાસ, કુટુંબ ભાવના, અને સંસ્કારોની વાત તો છે જ, પણ એ સાથે, અમેરિકાની ધરતી પર, પત્ની-સંતાનો સહિત પરિવાર, ઘર, અને વ્યવસાયમાં પામેલા, “પર્સનલ એન્ડ પ્રોફેશનલ, સક્સેસ, ગ્રોથ એન્ડ હિન્ડર્સ” – વ્યક્તિગત તથા વ્યાવસાયિક, સફળતા, વિકાસ અને અવરોધોની વાત, કોઈ પણ જાતના સંકોચ કે છોછ વિના કરી છે. આ આત્મકથામાં કોઈ બોધ નથી, કોઈ મોરાલીટીના ઉપદેશો નથી કે “ભગવાન, ભગવાન” નથી કર્યું, બસ, “સ્વ”થી આરંભાયેલી એક જીવનયાત્રાને “સર્વ” સુધી પહોંચાડી, “જેને જે ગમે તે તેનું” માની, વાચકો પર છોડી દીધું છે. કર્મભૂમિ, અમેરિકાની ધરતી પર જે પામ્યા એનું ગૌરવ, લેખકે સાવ સાદાઈથી, કોઈ પણ એપોલોજી- શર્મીંદગી- વિના, સહજતાથી કર્યું છે, જેથી એમાં આડંબરની છાંટ નથી દેખાતી. તે સાથે, આ જિંદગીની સફરમાં મુસીબતો વેઠવી પડી એનું વર્ણન કરવામાં અહંકાર પણ નથી રાખ્યો. આત્મશ્લાઘા અને બિચારાપણાના ભયસ્થાનને ચાતરીને, આત્મકથાનું આલેખન કરવામાં, આદરણીય ભાઈશ્રી નટવરભાઈ ગાંધી, સો ટચના સોના સમા ખરા ઊતર્યા છે. આ આત્મકથાના ચૂંટેલાં અંશો, આપ સહુ સંવેદનશીલ વાચકો સમક્ષ, દર સોમવારે મૂકવાના પ્રસ્તાવને, સિધ્ધહસ્ત અને સક્ષમ સર્જક, આદરણીય ભાઈશ્રી નટવરભાઈએ સહર્ષ સ્વીકારીને “આંગણા”નું ગૌરવ વધાર્યું છે. થેંક યુ, નટવરભાઇ. આશા છે આપ સહુ વાચક મિત્રો પણ અંતરના ઉમળકાથી “એક અજાણ્યા ગાંધી”ની આત્મકથાને તથા એના સર્જક, આદરણીય ભાઈશ્રી નટવરભાઈ ગાંધીને આવકારશો.
જયશ્રીબેન ! ધારાવાહી માટે આત્મકથા પસન્દ કરી તે બહુજ સારું કર્યું! દરેક વ્યક્તિના જીવનમાંથી કાંઈક તો અવનવું જાણવાનું હોય છે જ . વાંચવાની પણ મઝા આવશે અને બ્લોગ છે એટલે વાર્તાલાપ પણ થઇ શકે ! મુરબ્બી દાવડા સાહેબને પણ અભિનન્દન , તમને આ કોલમ સોંપવા બદલ ! And , yes ! Congratulations to Natvarbhai Gandhi too.
LikeLiked by 1 person
girish chitalia
Today, 8:23 AM
simple , straight forward & conversation style, talking to you directly, interesting & subjectively, aabhindaan Natwar gandhi
LikeLike
શ્રી નટવરભાઈ ગાંધીની સાવરકુંડલા થી વોશિંગટન સુધીની જીવન યાત્રાની કથા- આત્મકથા – વાચકો માટે આકર્ષક અને રસિક વાચન બની રહેશે.અમેરિકામાં ઘણા વર્ષોથી વસીને ઘણા ભારતીય ભાઈ-બહેનોએ વતનના દેશનું ગૌરવ વધાર્યું છે એમાં શ્રી ગાંધી પણ એક ઉદાહરણ રૂપ આગવું વ્યક્તિત્વ ધરાવે છે.એમની કેટલીક સાહિત્ય રચનાઓ મેં વાંચી છે.એમનો સાહિત્ય રસ માન ઉપજાવે એવો છે. શ્રી ગાંધીનું રસિક આત્મ કથનના આગળના હપ્તા વાંચવાની ઈંતેજારી રહેશે.
LikeLiked by 2 people
‘કહેવાનું માત્ર એટલું જ કે, જેને ઇંગ્લિશમાં આપણે ‘self-made man’ કહીએ છીએ તે વાત કપોળકલ્પિત છે!
—————
આટલું જ વાંચીએ તો નટવરભાઈની Frankness ને સલામ કરવા મન થાય. સો સલામ.’
LikeLiked by 1 person
આ કવિ શ્રી નટવર ગાંધીને
બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.
પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.
બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.
ઉલ્લાસકરીએ..થી જાણતા…તેમા તેમની નોકરી વૉશિન્ગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ નટવર ગાંધીનું ઘણા એવોર્ડ્સથી બહુમાન થયું છે ત્યારે બીજી તરફ હાથ નીચે જે ટેક્સ ઑફિસ ચાલતી હતી એમાં પચાસ મીલિયન ડોલરનું કૌભાંડ થયું હતું…
અને તેમની પત્નીની હયાતીમા આ વાત- સુ .શ્રી પન્નાબેનની ‘નટવર મારો મિત્ર કહો કે પ્રેમી કહો, બધું જ છે. લાગણીઓ હોય કે વિચારો, કોઇ પણ બાબત શેર કરીએ છીએ. બંને ખુબ ખુશ છીએ. હરતાંફરતાં છીએ, બંને પાસે શબ્દો છે, લખી શકીએ છીએ. લોકોને જે માનવું હોય તે માને. પરંતુ જીવનમાં આટલું મળે તો પણ ઘણું છે. ગોડ, હેઝ બ્લેસ્ડ મી. મને અભિમાન અને ગર્વ છે કે 80 વર્ષે પણ હું કોઇ પુરુષને આકર્ષી શકી. મને તેનો કોઇ છોછ નથી. આ જ હકીકત છે. આપણે આપણા મૂલ્યોને બદલવાની જરૂર છે. કોઇકને અમારી ઉંમરને લઇને આઘાત લાગે છે. કોઇકની સાથે વાત કરતાં મેં કહ્યું કે લોકો સમજે છે કે આ ઉંમરે મારે માળા ફેરવવી જોઇએ. તો સામેની વ્યક્તિએ કહ્યું કે, ના તમારે તો હવે વરમાળા પહેરવી જોઇએ. હું તો કહીશ, કે સમય સાથે જવાની જરૂર છે. અમારું જોઇ-વાંચીને કેટલાય લોકોને થતું હશે કે કદાચ અમે પણ આવું કરી શક્યા હોત કે કરી શકીએ તો. અમે કરી શક્યા છીએ. મારી કેટલીક કવિતાઓ ‘વિશાદ’થી છલકાય છે પણ જ્યારે મને કોઇ મળે ત્યારે તેને માનવામાં નથી આવતું કે આ એ જ ‘વિશાદ’ લખનારા કવયિત્રી છે. કારણ કે, હ્મુમર એ મારા વ્યક્તિત્વનું હાર્દ છે. માટે જ મિત્રો મને ‘વિનોદિની’ પણ કહે છે. જિંદગી પ્રત્યેનાં હકારાત્મક વલણને લીધે હું તમામ ઉંમરનાં લોકોને આકર્ષી શકું છું. તે જ કારણ છે કે 80ની ઉંમરે પણ હું અડગ છું. હું મારી ઉંમર તરફ ક્યારેય નથી જોતી. ‘ અમારા સ્નેહી મંડળમા તેમની છાપ મી
નટવરલાલ જેવી હતી….પણ તેમના અંગે અભ્યાસપુર્ણ નિખાલસ વાતો જાણ્યા બાદ તેમને માટે
માન થયું…હવે વિગતે આત્મકથાના આગળના હપ્તાની રાહ
LikeLiked by 2 people
Jayshree Merchant (By E-mail)
I have so much high regards for Pannaben and today one name is added to this list, that is Pragnaben Vyas. Naman Karun Chhun, Emane!
There are women who judge another woman for being happy in a relationship at 80! Forget about men being nice and non-judgmental to women, when are we women going to be nice and non-judgmental to each other?
At this point, to write this with so much positivity and conviction, speaks volume for the modern thinking and that also without a judgment! Pragnaben, I have become your fan today!
Thank you.
Jayshree
LikeLiked by 1 person
Natu bhai,
we are very very happy to read about you and by your own word your own auto-biography… we await eagerly all your real life stories–will inspire many
thx
LikeLike
અહિ મૂકાયેલા પ્રતિભાવો સાથે સંપૂર્ણ સંમત થાઉ છું. નટવરભાઈને હ્યુસ્ટનમાં અમારી ‘સાહિત્ય સરિતા’ ના મુખ્ય મહેમાન તરીકે મળવાનું થયેલ. ત્યારે એમના વિશે આ બધુ હું જાણતો નો’તો. એમની આ કારકિર્દીમાં એમણે કાવ્યો પણ લખ્યા છે અને જો હું ભૂલતો ન હોવ તો એમણૅ એક નાટકમાં ગાંધીજીનો રોલ પણ ભજવી ચૂક્યા છે. આ કટારથી એમના વિશે વધુ જાણવા મળશે અને આ આંગણુ વધારે દિપી ઉઠશે.
LikeLiked by 1 person
સંઘર્ષ અને સફળતા જેવી અંતિમ છેડાની લાગણીઓ જેણે અનુભવી છે એવી વ્યક્તિની જીવન કિતાબના પાના જ્યારે એ ખુદ ખુલ્લા મુકે ત્યારે એમાંથી તો આપણે નવનીત જ તારવવાનું રહ્યું.
આંગણામાં અવનવા આલેખનો મુકાયા છે ત્યારે આ નવતર લેખન પણ એટલું જ રસપ્રદ નિવડશે.
LikeLiked by 1 person