(આંગણાંના મુલાકાતીઓ સરયૂ પરીખ નામથી પરિચિત છે. એમના બધા લખાણ કોઈપણ જાતની લાટ-લપેટ વગરના, સ્પષ્ટ અને મુદ્દાસરના હોય છે. આશા છે કે એમની આ સ્વાનુભવની વાત તમને ગમશે.)
અમેરિકામાં ઘણા વર્ષો રહ્યાં પછી, મુશ્કેલીમાં મુકાયેલી ભારતિય બહેનોને મદદ કરતી ‘સેવા’ સંસ્થા સાથે હું સંકળાયેલ હતી. એ દિવસે ફોન પર શોના નામની બહેનનો દુઃખી અવાજ મદદ માંગતો હતો. વાતચિત પરથી ખ્યાલ આવ્યો કે મરાઠી, હિન્દી અને અંગેજી ભાષા એ જાણતી હતી. મેં એને મળવા બોલાવી અને એની ગાથા સાંભળી.
“મેં તમને મારૂં નામ શોના કહ્યું પણ, મારૂં ભારતિય નામ દીપિકા છે.”
બહુ જ વિચારમાં મુકી દે તેવી કથા. દીપિકાની હિમ્મત અને તેને સરયૂબહેને આપેલ સાથને સલામ.
LikeLike
really great counsiling- i know how difficult this task is– yes as suresh bhai says– our salute to you and deepika’s will to follow you and her goal.
thx Saryu bahen
LikeLike
સત્ય કથાઓ કાલ્પનિક કથાઓથી ચડી જાય છે એનું એક ઉદાહરણ એટલે સરયુબેન ની આ સત્ય કથા .અભિનંદન.
બી.કોમ થયા પછી મારી પહેલી જોબ દુખી મહિલાઓના ઉત્થાન માટે જીવનભર કામ કરી જાણીતાં થયેલ પુષ્પાબેન મહેતાની સ્ત્રી સંસ્થા વિકાસ ગૃહ,પાલડી, અમદાવાદમાં એકાઉન્ટન્ટ તરીકે એકાદ વર્ષ મેં જોબ કરી હતી. આ સંસ્થામાં મહિલાઓના જીવનમાં ઘટતી આવી ઘણી જીવતી જાગતી વાર્તાઓ વિષે મને જાણવા મળતું હતું .આ સ્ત્રી સંસ્થામાં થોડો સમય કામ કર્યું એ દરમ્યાન સ્ત્રીઓના જીવનમાં ઘટતા અવનવા બનાવો વિશેના મારા જાત અનુભવનું આ વાર્તા વાંચી મને સ્મરણ થઇ આવ્યું !
LikeLike
સુરેશભાઈના પ્રતિભાવ સાથે સંમત થઈ, એક વિચાર આવે છે કે દીપિકા જેવી ઘણી યુવતિઓ આ દેશમાં હશે કે જેઓ આ દીપિકા જેવી મક્કમ મનોબળ ઘરાવતી નહિ હોય, પણ જો એમને આ લેખ વાંચવા મળે તો એમના જીવનમાં પ્રકાશ મળે અને કોઈ મોડા મોડા પણ હિમ્મત કરી છૂટકારો મેળવી શકે તો કેવું?
LikeLike
પચાસ વરસના મારા અમેરિકા નિવાસ દરમિયાન આવી ઘણી ઘટનાઓ જોઈ છે .અમે પણ આજસુધીમાં ત્રણ બેનોને ઘરમાં રાખી અને બીજા લગ્ન કરાવી ઠેકાણે પાડી છે.પરધર્મી લગ્નોમાં આમ વધુ બનતું હોય છે. સહાય કરવા માટે સરયૂજીને
અભિનંદન.
LikeLike
સર્યુબેનને અભિનંદન .
ખોટી વ્યક્તિની પસંદગી જીવનમાં કેટલી ય સમસ્યાઓ ઉભી કરે પણ એમાંથી છૂટવા મક્કમ મનોબળ હોય ત્યારે યોગ્ય માર્ગદર્શન મળે તો દીપિકા જેવી યુવતીઓનું જીવન સુધરે બાકી તો શું થાય એની કલ્પના કરવી જ કપરી છે .
LikeLike
ધન્યવાદ સુ શ્રી સરયુબેનને શોનાને દીપિકા બનવામા સહાય બ્દલે
એકવીસ વર્ષના અમારા અમેરિકા નિવાસ દરમિયાન આવી ઘણી ઘટનાઓ જોઈ છે. આવી બેનોને ઘરમાં રાખી ઠેકાણે પાડી છે. થોડા સમય પહેલા આપણા બ્લોગરનો ઇ-મૅઇલ આવ્યો કે ‘ અ બ ક-બેનેને ઓળખો છો ? ઉતર આપ્યો અને થોડા સમયમા શુભ સમાચાર આપ્યા.
બીજા કેસમા છૂટી થયેલી દીકરી માટે આગળ પડતા વ્યક્તીએ નામ જોગ અમારી સોસાયટીમા રહેતા –અહીં ચૂટા થયેલા ભાઇ માટે પૂછ્યું….અમે અભિપ્રાય આપ્યો. હંમણા નોર્થ કેરોલીનાના ગ્રીન્સબોરોમા મોટી મોટલ ચલાવે છે અમે તેમના દીકરા-દીકરીને રમાડી આવ્યા.
LikeLike
શ્રી દાવડાસાહેબનો આભાર.
વિશ્વાસ સાથે આપણી કોઈ મદદ લે — તેને ધન્યવાદ આપું છું.
આપ સહુના પ્રતિભાવ માટે આનંદ. સરયૂ પરીખ
LikeLike
બહુ જ વિચારમાં મુકી દે તેવી કથા. દીપિકાની હિમ્મત અને તેને સરયૂબહેને આપેલ સાથને સલામ.
LikeLike