ધરતીના કલાકાર-૬


સંસ્કૃતિમાં નિરૂપાયેલા જોમજુસ્સાથી ભરપૂર પાત્રોને તેઓએ ધીંગી રેખાઓથી કંડાર્યા છે.  વિવિધ ઉત્સવોની ઉજવણી, વિવાહ સંસ્કાર, તહેવારો, કૃષ્ણ કે રામ જીવન કથાના પાત્રો, કાલિદાસની કૃતિ પરના પાત્રો વગેરે તેમની આગવી ઓળખ સમા બની ગયાં છે. આજે અહીં મેં સામાજીક ઉત્સવોના બે અને કૃષ્ણકથામાંથી એક ચિત્ર રજૂ કર્યા છે.

(સીમંત)

સ્ત્રી ગર્ભવતી થાય પછી સાતમે મહિને સીમંત વિધી કરવાનો અમુક કોમોમાં રિવાજ છે. ચિત્રમાં ગર્ભવતીને બાજઠ ઉપર બેસાડી અને સગાં-સંબંધીઓની પરણેલી સ્ત્રીઓ સીમંત વિધિ માટે એકઠી થઈ છે. એક સ્ત્રી સાથે બાળકની હાજરી ખાસ ધ્યાન ખેંચે છે. સીમંત વિધિ માટે જરૂરી વસ્ત્ર અને અન્ય સાજ-સામાન પણ દેખાય છે. બધી સ્ત્રીઓના એક સરખા વસ્ત્રો પણ કદાચ રીત-રિવાજનો હિસ્સો હશે.

(લગ્નવિધિ)

પ્રત્યેક કોમની લગ્નવિધિ અલગ અલગ હોય છે. અહીં વરરાજાને બાજઠ ઉપર ઊભેલો બતાવ્યો છે, એના હાથમાં તલવાર છે. કન્યા વરમાળા લઈને સામે ઊભેલી છે. બન્ને પક્ષના સ્ત્રી-પુરૂષો અને બાળકોના સુરેખ ચિત્રો, એમના વસ્ત્રો અને ઉઘાડા પગ વગેરે રિવાજ અનુસાર દર્શાવ્યા છે.

(નાગ દમન)

નાગ દમન એ ખોડિદાસભાઈના ખૂબ જ પ્રખ્યાત ચિત્રોમાંનું એક છે. વચ્ચે નાગને નાથીને શ્રીકૄષ્ણ ઊભા છે અને બન્ને બાજુ નાગણો રત્નોના થાળ ભરી શ્રીકૃષ્ણને વધાવે છે. “જળકમળ છાંડી જાવ ને બાળા” ની અંતિમ પંક્તિઓનું આ સંપૂર્ણ ચિત્ર છે. નાગણો દર્શાવવા માટે  અર્ધું માનવ અને અર્ધું સર્પ શરીર દોરીને ચિત્રકળાને એ એક ઉચ્ચ સ્તરે લઈ ગયા છે. ગ્રામ ચિત્રકળાનો ઉપયોગ કરીને એમણે એક કલાજગતમાં સ્થાન પામેલું ચિત્ર આપ્યું છે.

3 thoughts on “ધરતીના કલાકાર-૬

  1. ત્રણે ચિત્રો ઈતિહાસને શબ્દો ઉચ્ચાર્યા વગર ખડો કરી દીધો છે!તમારી ટિપ્પણી આ કલાકાર, એના વિષયો ને ગામઠી કપડાઓના પાકા રંગોને સમજવામાં સરળતા ઉભી કરી જાય છે. એ વગર ઘણા એક્સ્પ્રેસ રેલગાડીની માફક આ ચિત્રો જોઈ જાત! સીમંતના ચિત્રમાં એક નારીની ડોક ઉલટી દોરીને આવા પ્રસંગે ગામગપાટા મારનારા પણ હોય છે એ દોરીને ચિત્રકારે શબ્દો વગર જ કહી દીધું છે !
    મજા પડી ગઈ!

    Like

  2. ખુબ આકર્ષક રંગો.
    ભાવનગરમાં દિલીપ કરતાં તેઓ સિનિઅર હતાં. ખોડિદાસભાઈને ચિત્રો કરતાં અને રંગો વિષે ઉત્સાહથી વાતો કરતાં સાંભળ્યાં હતાં તે યાદ કરે છે.
    સરયૂ પરીખ

    Like

પ્રતિભાવ