(પ્રજ્ઞા દાદભાવાળા કેલિફોર્નિયાના Bay Area ની સાહિત્ય અને સામાજીક પ્રવૃતિઓમાં જાણીતું નામ છે. તેઓ “સંવર્ધન માતૃભાષાનું” નામના મહાગ્રંથના સંપાદક, “બેઠક” નામથી ચાલતી સાહિત્યને લગતી પ્રવૃતિના સંચાલિકા છે.” મારી “મળવા જેવા માણસ” લેખમાળાને અનુલક્ષીને એમણે મારા માટે આ લખ્યું છે. આ માણસ છે મળવા જેવો
આપ ભલેને હોવ ગમે તે,
એય નથી કંઈ જેવો તેવો;
આખાબોલો, સાચા બોલો,
આ માણસ છે મળવા જેવો.
ક્યારેક કહે, હું છું એંજીનીયર,
થાતો ક્યારેક અખાની જેવો,
ક્યારેક વતનનો પ્રેમી થઈને
વતનપ્રેમના ગીતો ગાતો,
ક્યારેક થાતો કલાપી જેવો,
આ માણસ છે મળવા જેવો.
વાતે વાતે ફતવા કાઢે,
કહે લોકો તું આવો કેવો?
પછી કહે છે એ રૂવાબથી
હું તો છું એવો ને એવો.
આ માણસ છે મળવા જેવો.
દર્પણ દેખાડે છે ઘડપણ
સૌ પૂછે છે : ‘સારું છે ને ?’
“પીકે” હસીને ઉત્તર દેતો,
હું ય નથી હારી જાઉં તેવો
આ માણસ છે મળવા જેવો
-પ્રજ્ઞા દાદભાવાળા
(અમેરિકામાં કાયમી વસવાટ માટે હું આવ્યો એ અગાઉ માત્ર ઈ-મેઈલ દ્વારા ગોવીંદભાઈ સાથે પરિચય હતો. મારા અમેરિકા આવ્યાની થોડા દિવસની અંદર જ, એમણે મારો અમેરિકા સ્થિત અનેક આગળ પડતા ગુજરાતીઓ સાથે પરિચય કરાવી આપ્યો. એમનો આડંબર રહિત અને પ્રેમાળ સ્વભાવ એ એમની મોટી મૂડી છે. આંગણાં માટે એમણે પ્રેમથી આ પંક્તિઓ લખી મોકલી છે.)
હાલો હાલો દાવડાજીના આંગણે….
અરે વાહ રે દાવડા સાહેબનું આંગણું,
જાણે એ તો વાર્તા ને ગીત કેરું તાપણું.
આંગણામાં રોજ રોજ થાતી ઉજાણી,
લેખો, કવિતાઓ ને ચિત્રોની લહાણી.
આંગણાંમાં પુરષોતમની ગીતા ગવાણી,
મિત્રોની ગાથાઓ આંગણે સમાણી.
આંગણે પ્રસારું આજ ગોવિંદની વાણી
કરજો સ્વીકાર સમજી પ્રેમની કહાણી.
અરે વાહ રે દાવડા સાહેબનું આંગણું.
-સ્વપ્ન જેસરવાકર (ગોવીંદ પટેલ)
પ્રજ્ઞાબેન તો છૂપે રૂસ્તમ નિકળ્યા! દાવડાજીનું સુંદર ચિત્ર દોરી દીધુ; કાવ્ય-કલરથી! અભિનંદન!
ગોવિંદભાઈ ને થયું હશે કે હું કેમ રહી જાઉ! લ્યો, તમને પણ દિલથી અભિનંદન; કાવ્યનો કયારો આંગણે કરી દાવડાજીને શોભાવી દીધા!
મળવા જેવા બે મિત્રોની સુંદર કાવ્ય પ્રસાદી -માણવા જેવી
LikeLiked by 1 person
પ્રજ્ઞાબેન તો છૂપે રૂસ્તમ નિકળ્યા! દાવડાજીનું સુંદર ચિત્ર દોરી દીધુ; કાવ્ય-કલરથી! અભિનંદન!
ગોવિંદભાઈ ને થયું હશે કે હું કેમ રહી જાઉ! લ્યો, તમને પણ દિલથી અભિનંદન; કાવ્યનો કયારો આંગણે કરી દાવડાજીને શોભાવી દીધા!
LikeLike
ખૂબ સુંદર
દરેકનો પરિચય કાવ્યરુપે અપાય તો …?
અપનાવવા જેવા વિચાર…………………
LikeLike