(શ્રી નાનાભાઈ ભટ્ટ અને શ્રી મનુભાઈ પંચોલી દ્વારા સંચાલિત લોકભારતીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયેલા ડો. પ્રતાપભાઈ પંડ્યા “પુસ્તક પરબ” ના પ્રણેતા તરીકે જાણીતા છે. આ ટુંકા લેખમાં એમણે જે લખ્યું છે તે આજના આપાધાપી ભરેલા સમયમાં અમલમાં મૂકવું અઘરૂં છે, પણ અશક્ય નથી.)
ક્ષમા વીરસ્ય ભૂષણમ
માનવજીવન કુદરતનું સૌથી ઉત્તમ સર્જન છે એ વાત આપણે જાણીયે છીયે અને સમજીયે છીયે, અને છતાં એને અનુસરીને જીવતા નથી.
આજે મારે કુદરતે માણસને બક્ષેલા અનેક ગુણોમાંથી એક ગુણ ‘ક્ષમા’ ની વાત કરવી છે. ક્ષમાનો માગવી અને ક્ષમા આપવી એ વીરતાનું કામ છે. એ કામ સફળતા પૂર્વક કરી શકીયે તો માનવીય ગુણોનું સફળતા પુર્વક આચરણ કરી શકીયે.
જીવનમાં આપણે શરીર અને મનથી, વાણીથી અને વર્તનથી, સૌજન્યપૂર્વક જીવી રહ્યા છીયે. તેમ છતાં તણાવ ભર્યા પ્રસંગો સર્જાય છે. આ તણાવોમાંથી મુક્તિ મેળવી અને પ્રસન્ન અને હળવાશભર્યું જીવન જીવવાનો ક્ષમા એક ઉત્તમ ઉપાય છે. ક્ષમા માનવ મૂલ્યોની યાદીમાં પ્રથમ સ્થાને છે. ક્ષમામાં અજોડ તાકાત છે. ક્ષમા માગવી અને ક્ષમા આપવી એ કાયર માણસનું કામ નથી, એ વીર માણસનું કામ છે. આ વીરતા પ્રાપ્ત કરવા આત્મબળ કેળવવું જરૂરી છે. જેનું આત્મબળ અડગ, લોખંડી અને અણનમ હોય એ જ ક્ષમા આપી શકે. ક્ષમા સહનશીલ માણસ જ આપી શકે.
સામી વ્યક્તિની અનેક ભૂલો, અનેક ક્ષતિઓ સ્પષ્ટ રીતે નજરે ચડતી હોય, એ વ્યક્તિનો ભૂતકાળમાં કડવો અનુભવ થયો હોય, એને લીધે નુકશાન ઊઠાવવું પડ્યું હોય, અને તેમ છતાં જ્યારે આવી વ્યક્તિ ક્ષમા માગે ત્યારે માત્ર વીર અને ઉદાર માણસો જ એનો સ્વીકાર કરી ક્ષમા આપી શકે છે.
ઘણા વરસ પહેલા કાન્તિ ભટ્ટના પુસ્તક ‘સ્વ વિકાસની ચાવી’ માં બે લેખ વાંચ્યા હતા. ત્યારથી મારી તીવ્ર ઇચ્છા રહી છે મારા ક્રોધી, ઘમંડી અને વેર લેવાના સવભાવને સયંમિત કરવો જોઈએ. મને પોતાને નવાઈ લાગે છે કે કંઈક ચમત્કાર થયો અને મારા જીવનમાં સહજતા, સરળતા અને સુગંધ આવી.
કાન્તિ ભટ્ટ લખે છે કે “નવો પ્રેમ, નવો સંબંધ અને નવો રાહ અપનાવવામાં જૂની કડવી વાતો અને અનુભવે ફેંકી દેવા જોઈએ.” મેં ભૂતકાળમાં થયેલા આઘાતજનક, અપમાનકારક અને દુખદાયક પ્રસંગોને ભૂલવાનું અને મનમાંથી કાઢી નાખવાનું ગંભીરતાથી શરૂ કર્યું અને પ્રસન્નતા મળવાનો અનુભવ થવા લાગ્યો. આજે આ ક્ષમાનો ગુરૂમંત્ર મે અને મારી પત્નીએ અપનાવ્યો અને એના કારણે અનેક અવરોધો દૂર થયા. નવી સમસ્યાઓ, નવા વિરોધો બંધ થયા. પ્રગતિ રૂંધાતી હતી તે બંધ થઈ. દંપતિ જીવનમાં એકબીજાને ક્ષમા આપી જીવવાનું શરૂ કર્યું તો ૫૦ વરસે સાચા પ્રેમનો અનુભવ થવા લાગ્યો.
આજે અમેરિકામાં સમજણ અને શાંતિપૂર્વક, જે માનવીય વ્યહવાર-સમૃધ્ધિ માણી રહ્યા છીએ એ ક્ષમા માગવા અને ક્ષમા આપવાનું જ પરીણામ છે. ક્ષમા અંગે એક જ વાત કરૂં કે સૌ પ્રથમ પોતાની જાતને પછી પત્ની અને પરિવારને દરેક બાબતમા ઉદારતાથી માફ કરવાનું શરૂ કરો, ધીમે ધીમે સમાજની પ્રત્યેક વ્યક્તિ સુધી એનો વ્યાપ વધારો. માત્ર ક્ષમા આપો જ નહીં, તમારી ભૂલ હોય ત્યારે ક્ષમા માગવામાં પણ વિલંબ ન કરશો.
-ડો. પ્રતાપ પંડ્યા
સારાટોગા, કેલિફોર્નિયા, યુ.એસ.એ.
વાત એકદમ સાચી છે. પણ એ જીવનમાં ઊતરે તે માટે કેવળ વાંચન કે ઉપદેશ પૂરતા નથી હોતા. એને માટે ‘તપ’ કરવું પડે છે. જંગલમાં જઈને કે પર્વતની ટોચે ચઢી , ધ્યાનમુદ્રામાં નહીં – પણ દરરોજ – કમસે કમ રાતે સૂતા પહેલાં – આ માટે રિયાઝ કરવો જોઈએ.
જૈન દર્શનની આ સૌથી મોટી ભેટ છે –
કોઈને માફ કરી દેવા કરતાં ઘણી વધારે તાકાત તેની ક્ષમા માંગવામાં જોઈતી હોય છે. આ માટે જૈન પદ્ધતિમાં દરરોજ રાતે સૂતા પહેલાં ‘સામાયિક’ કરવાનું રહે છે. જેમાં આખા દિવસ દરમિયાન કોઈનું મન દૂભવ્યું હોય, વર્તન ,વાણી અને વિચારથી ભુલ થઈ હોય તો તે માટે તે વ્યક્તિની મનોમન માફી માંગવાની અને ફરીથી એવું ન થાય તે માટે શક્તિ આપવાની પરમ શક્તિને પ્રાર્થના કરવાની હોય છે.
જો સામાયિક યાંત્રિક રીતે કરવામાં આવે તો તેનો કશો અર્થ રહેતો નથી. પણ દિલના ભાવથી એ પ્રયત્ન અને પ્રાર્થના કરવાનાં હોય છે.
જો આમ દરરોજ કરવામાં આવે તો નિજ દોષ પરિક્ષણ અને ક્ષમાયાચના જીવનમાં ઊતરવા લાગે છે, અને ભુલ થતાંની સાથે જ તેની આપણને ખબર પડવા લાગે છે. કાળ ક્રમે આ જાગૃતિ વિચાર અને એની પણ પાછળ રહેલા આપણા ભાવ જગતમાં ક્ષણે ક્ષણે થવા લાગે છે – અને એવા વિચાર દોષ પણ થતાંની સાથે અટકી જાય છે.
જ્યારે આમ થવા લાગે ત્યારે જાગૃતિ આવી ગણાય. ત્યાં સુધી આપણે કેવળ અંધારામાં ભટકતા રહીએ છીએ. આવા દોષ જાગે જ નહીં – તે ‘બુદ્ધ’ અવસ્થા છે અને સામાન્ય માણસો માટે બહુ જ મુશ્કેલ છે. પણ જાગૃતિ આવે તે પણ એક બહુ જ મોટો માઈલ સ્ટોન છે.
LikeLiked by 1 person
જૈન ધર્મનો મિચ્છામી દુક્કડમનો વિચાર બધા જ ધર્મના લોકોએ અપનાવવા જેવો સુંદર વિચાર છે. આમાં મન ,વચન
અને કાયાથી કર્મ કરતાં, કરાવતાં જાણે ,અજાણે થયેલા દોષોમાટે એક બીજાની માફી એટલે કે ક્ષમા માગવાનો અને
આપવાનો ઉમદા ભાવ સમાયેલો છે.
ખરા દોષી,ખરા વેરી અને ખરા અપરાધીને પણ ક્ષમા આપવી એટલે મિચ્છામી દુક્કડમ.
ક્ષમા એ સંયમનો સર્વોપરી પ્રકાર છે.ક્ષ એટલે ગાંઠ અને મા એટલે નષ્ટ કરવું.આમ માનવ સંબંધોમાં પડેલી ગાંઠને દુર
કરવાનું ક્ષમાપના કામ કરે છે.
આજે એકવીસમી સદીમાં વ્યક્તિ સ્વાર્થી બનતો જાય છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં ખોટા અહમને લીધે ગાંઠો
પડતી જાય છે.એનાથી જીવન શુષ્ક બની રહ્યું છે. ક્ષમા ભાંગેલાં હૈયાને સાંધવાનું કામ કરે છે.
LikeLiked by 1 person
વાત તો હાચી!
LikeLiked by 1 person
નમસ્તે ભાઈ શ્રી દાવડા,
લેખ ખુબ સરસ છે. ઘણો ગમ્યો. હાર્દીક આભાર આપનો તથા ભાઈશ્રી પ્રતાપભાઈનો.
Best Regards
Gandabhai Vallabh
Wellington, New Zealand
My blog: http://GANDABHAIVALLABH.WORDPRESS.COM
(Received by E-mail)
LikeLiked by 1 person
“Vedvani book
it self is a treasure of solace. Loved this article. Thank you Davdabhai for posting this beautiful piece from the book . Vadilbhandhu Pratapbhaini Garimane Ujagar karate Article.
LikeLike
क्षमा धर्मः क्षमा यज्ञः क्षमा वेदाः क्षमा श्रुतम्।
यस्तमेवं विजानाति स सर्वं क्षन्तुर्महति ।।
क्षमा ब्रह्म क्षमा सत्यं क्षमा भूतं च भावि च।
क्षमा तपः क्षमा शौचं क्षमयेदं धृतं जगत् ।।
क्षमा तेजस्विनां तेजः क्षमा ब्रह्म तपस्विनाम्।
क्षमा सत्यं सत्यवतां क्षमा यज्ञः क्षमा शभः ।।
— મહાભારત
LikeLike