(સિવિલ એંજીનીઅર શ્રી ચીમન પટેલે ગદ્ય અને પદ્ય રચનાઓ અને ચિત્રકળામાં હાથ અજમાવ્યો છે. એમની આ કવિતા ૨૦૦૯ માં અનેક ગુજરાતી બ્લોગ્સમાં ફરી વળી હતી, ક્યારેક ક્યારેક રચયિતા તરીકે બીજા નામે. એ સમયે કોપી/પેસ્ટ નો રોગચાળૉ ફાટી નીકળ્યો હતો.)
નાના-મોટાઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીધા!
‘સેલ-ફોન’પર શાક્ભાજી પણ વેચતા કરી દીધા!
ટેકનોલોજીતો ભઈ વધી રહી છે જુઓ ચારે કોર!
ગુણાકાર ને ભાગાકાર આપણા ભૂલતા કરી દીધા!
સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઈમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીધા!
ચસ્કો ખાવાનો જુઓ વધતો જાય છે બધાનો આજે,
સુનીતાને ‘સ્પેસ’માં પણ સમોસા ખાતા કરી દીધા!
પૈસા પડાવનાર પાત્રો વધી ગયા ઘણા અહિ પણ,
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીધા!
‘રોલેક્સ’ પહેરીને ‘મરસીડીઝ’માં ફરો છો આમ તો!
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીધા!
કથાઓ કે પુજાઓ કરાવી વ્યથાઓ હજુ ઘટી નથી,
કુટુંબો વચ્ચેના ક્લેશ ભઈ કેમ વધારતા કરી દીધા!
વસ્તી વધી ગૈ છે અહિ આપણી હવે ઘણી બધી તો,
કદિક મળ્યા જો રસ્તે મૂખ કેમ ફેરવતા કરી દીધા!
લંબાવતું નથી હાથ કોઈ સહારો આપવા આજે તો,
ઈર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીધા!
સ્મશાન વૈરાગ્ય હવે આવવો શક્ય નથી ‘ચમન’
‘ઈલેકટ્રીક’ ભઠ્ઠામાં જ્યાં મડદાં બાળતા કરી દીધા!
• ચીમન પટેલ ‘ચમન’
ચીમનભાઈ ની આ મજાની રચનાએ, સૌ વાચકોને હસતા કરી દીધા !
LikeLike
Saras ane sachi vat pan parvrtan jivan-no kram svikarvoj rahyo.
LikeLike
ચીમનભાઇ જેવા વડીલને અદ્યતન ટૅક્નોલૉજીની તાલે નવા ગીતો ગાતા કરી દીધા.
LikeLike
વિનોદભાઈ,અનિલાબેન અને રાજુલબેન; સમય ફાળવી તમારો પ્રતિભાવ મૂકી મને આભાર વ્યકત કરતા કરી દીધા!
LikeLike
શ્રી ચીમન પટેલ ‘ચમન’ની રમુજી રચના એટલા બધાએ પોતાના નામે પ્રસિધ્ધ કરી કે -‘પ્રેમાનંદના કાવ્યો પ્રેમાનંદે જ લખેલા? તેવી ચર્ચા
થઇ…હવે આ રચના તેમની જ છે તેનો પુરાવો મંગાય છે ! હાં આવી વાતથી તેમને પ્રસિધ્ધી બહુ મળી.અમેરીકામા અનેક પુલો બંધાય છે પણ અમારા ન્યુ જર્શીના સિવિલ એંજીનીઅરે એવો પુલ બાંધ્યો કે બન્નેના છેડા મળ્યા નહીં અને તેને પ્રસિધ્ધી બહુ મળી
Survey-scale inaccuracy or positioning errors can lead to costly construction mistakes such as bridge misalignment.
LikeLike