(અત્યાર સુધીમાં બહેન સપના વિજાપુરાના બે કાવ્ય અને ગઝલના પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. પદ્યમાં પણ એમણે સર્જન કર્યું છે. હાલમાં તેઓ કેલિફોર્નિયાના Bay Area માં રહી, સાહિત્યને લગતી પ્રવૃત્તિઓમાં પોતાનો ફાળો આપી રહ્યા છે.)
સપનું જોઈએ
જીવવાને એક સપનું જોઈએ
એ સપનાં કાજે લડવું જોઈએ
હોય છે પીડા ઘણી આ પ્રેમમાં
તો યે સૌએ એમાં પડવું જોઈએ
છો પહોંચી જાઓ ઊંચાઈ ઉપર
પણ ખુદાને રોજ નમવું જોઈએ
સુખ હજારો હોય તારી આસપાસ
આંખથી આંસું ય દડવું જોઇએ
યાદ તારી સાચવીને રાખું છું
ડૂબતાંને એક તરણું જોઈએ
વેદના સર્વત્ર છે દુનિયા મહી
તોય બાળક જેમ હસવું જોઇએ
એક સ્મિત દુઃખીને આપી તો જુઓ
આ મફતનું કામ કરવું જોઈએ
છો રહે ‘સપનાં’મહેલોમાં છતાં
એક સપનું નોખું તરવું જોઈએ
બે નયયમાં લાખ સપના ગ્યાં સજી
એક તો સાચું ય પડવું જોઇએ
સપના વિજાપુરા
બે નયયમાં લાખ સપના ગ્યાં સજી
એક તો સાચું ય પડવું જોઇએ
સુ શ્રી સપના વિજાપુરાની ભાવવાહી વાત
LikeLike