શ્રી રવિશંકર રાવળ એક ઉત્તમ દરજ્જાના ચિત્રકાર જ નહીં, એક ઉત્તમ દરજ્જાના લેખક અને સંપાદક હતા. ગુજરાતી ભાષાનું ઉત્તમ દરજ્જાનું માસિક કુમાર એ રવિભાઈની દેન છે. એમણે સરસ પ્રવાસ વર્ણનો લખ્યા છે, ચિત્રકલા અંગેના પુસ્તકો અને આલ્બમો તૈયાર કર્યા છે અને આત્મકથા પણ લખી છે. એમના કેટલાક પુસ્તકોની યાદી મેં અહીં આપી છે.
(૧) અજંતાના કલામંડપોઃ આ પુસ્તકમાં અજંતાની ગુફાઓના ચિત્રોના પેન્સીલ સ્કેચ અને રંગીન ચિત્રો આવરી લેવામાં આવ્યા છે.
(૨) કલાચિંતનઃ આ પુસ્તકમાં ચિત્રકલાની ખુબીઓ અને ચિત્રક્લા વિશેના એમના વિચારોનો સમાવેશ થાય છે.
(૩) આત્મકથાનકઃ એમની આત્મકથાનો આ ૧ લો ભાગ છે.
(૪) ગુજરાતમાં કલાના પગરણઃ એમની આત્મ કથાના ૧ લા અને ૨ જા ભાગને ભેગાં કરી, અને એમાં આખા પાનાના રંગીન ચિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(૫) અજવાળી રાતઃ આ બાળકો માટે એમણે તૈયાર કરેલી સચિત્ર પુસ્તિકા છે.
(૬) ભારતીય ચિતાંકનઃ આમાં oriental art ના ૩૦ ચિત્રો છે.
(૭) કલાકારની સંસ્કારયાત્રાઃ આમાં એમણે ખેડેલા બધા પ્રવાસોના વર્ણનને ગુંથી લેવામાં આવ્યા છે.
(૮) દીઠાં મેં નવા માનવીઃ આ પણ એમનું પ્રવાસ વર્ણનનું પુસ્તક છે.
(૯) ચિત્રકલા સોપાનઃ આમાં ચિત્રકલા શીખનારા માટે માર્ગદર્શન છે.
(૧૦) હાજી મહમ્મદ સ્મારક ગ્રંથઃ આ પુસ્તક એમની શરૂઆતની કારકીર્દીના ઘડવૈયાને અજંલી સ્વરૂપનું છે.
એક સમય એવો હતો કે જ્યારે શિક્ષિત વર્ગના લોકો રવિભાઈના ચિત્રોનું આલ્બમ શુભ પ્રસંગોમાં ભેટ તરીકે આપતા. ભારતીય વિદ્યાભવન જેવી નામી સંસ્થાએ રવિભાઈના ૬૦ ચિત્રોનું પુસ્તક પ્રગટ કરેલું, જે પણ ભેટ પુસ્તક તરીકે વપરાતું.
કલાગુરુ વિશેની સરસ માહિતી સંપાદન માટે અભિનંદન
LikeLike
દાવડા સાહેબ,
આભાર, સરસ માહિતી આપી, આ સાથે પુષ્તક ક્યાંથી મેળવી શકાય? તેના વિશે જણાવશો.
આભાર
LikeLike
ભાઈ શ્રી દાવડાભાઈ ,
કલાગુરુ અને કલાના વારસદારોનો પરિચય અને તેઓની કલાનું દર્શન કરાવ્યું તે બદલ ખુબ ખુબ આભાર.
LikeLike
સરસ માહિતી એવં કલા દર્શન
LikeLike