સંજોગ અને સાધના


ઓદિચ્ય બ્રાહ્મણોની જ્ઞાતિની એ સમયની પ્રથા અનુસાર, રવિભાઈના લગ્ન ૧૯૦૯ માં ૧૭ વર્ષની વયે જ થઈ ગયા હતા. ૧૯૦૯ માં એમણે મેટ્રીકની પરીક્ષા પસાર કરી હતી. ૧૯૧૬ માં જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાંથી ચિત્રકલા વિષમાં મેયો ગોલ્ડ મેડલ સાથે ડીપ્લોમા મેળવતાં સુધીમાં બે પુત્રોના પિતા બની ચૂકેલા. એમના પિતાની સ્થિર સરકારી નોકરી હોવાથી એમને અભ્યાસ દરમ્યાન કુટુંબની જવાબદારી બહુ ન હતી. અભ્યાસ દરમ્યાન ઘણીવાર એમને સ્કોલરશીપ્સ મળેલી.

૧૯૧૬ માં ગુજરાતમાં Painter નો અર્થ ચિત્રકાર કે કળાકાર કરતાં ચિતારો એમ વધારે થતો. ચિતારાની ઓળખ એટલે દુકાનો પાટીયાં, સાઇનબોર્ડ કે સિનેમાના પોસ્ટર ચિતરનારા. એટલે એમને પણ કડિયા-સુથારની જેમ માલ-સામાન અને મજૂરી ગણીને પૈસા આપવામાં આવતા. કળાની કીમત સમજવાવાળા બહુ ઓછા હતા.

મુંબઈમાં હાજી મહમદ અલારખિયા શીવજીએ “વીસમી સદી” માસિક શરૂ કર્યું, અને એમાં સચિત્ર વાર્તાઓ, લેખ અને કવિતાઓ મૂકવાની શરૂઆત કરી ત્યારથી ચિત્રકળાની કીમત થવાની શરૂઆત થઈ.

એ સમયમાં માસિક ૭૫ રૂપિયાની નોકરી ઘણી સારી ગણાતી. માસિક ૩૦૦ રૂપિયાના આવકવાળાની ગણત્રી શ્રીમંતોમાં થતી. અભ્યાસ પુરો કર્યા પછીના એક-બે વરસમાં ખૂબ મહેનત કરી, અલારખિયાની ઓળખાણ અને મદદને લીધે રવિભાઈ આસરે ૯૦ રૂપિયા મહિને કમાઈ લેતા. મુંબઈની આબોહવામાં એમની તંદુરસ્તી સારી રહેતી ન હતી. ઘરના ભાડાં પણ સસ્તાં ન હતાં. કેટલીકવાર તો તેમને મહીને ૩૫ રૂપિયા ઘરભાડું ચૂકવવું પડતું.

ગ્રીટીંગ કાર્ડસ, વાર્તા અને કવિતાના પુસ્તકો માટેના ચિત્રો, દેવી-દેવતાના ચિત્રો અને પોરટ્રેઈટ બનાવવાના કામો મળતાં. રવિભાઈ ભાવતાલ કરવામાં શરમાતા, એટલે લોકો જે આપે એ સ્વીકારી લેતા. એક કામના રૂપિયા ૧૫ થી ૧૫૦ સુધી મળતા. ક્યારેક પોરટ્રેઈટના ૩૦૦ રૂપિયા મળતા તો એ ખૂબ ખુશ થઈ જતા.

આવી આર્થિક અને શારીરિક પરિસ્થિતિમાં કલાની સાધના માટે કલા પ્રત્યેનું કેવું આકર્ષણ અને કેવું મક્કમ મનોબળ જોઈએ એ સમજી શકાય એવું છે. કોઈ સામાન્ય માણસ તો કલાનો નાદ છોડી કોઈ સ્થિર નોકરીમાં લાગી જાય.

સમય જતાં રવિભાઈની કદર થવાની શરૂઆત થઈ, અને ઝડપથી કલાની દુનિયામાં એમનું નામ આગળ આવવા લાગ્યું. પેન્સીલ અને ચારકોલના સ્કેચથી માંડીને આબેહૂબ પોરટ્રેઈટ, વોટરકલર અને ઓઈલકલરમાં એમના ચિત્રોની કીમત થવા લાગી. ૧૯૩૦ સુધીમાં એમની આર્થિક સ્થિતિ ઘણી સારી થઈ ગઈ.

1 thought on “સંજોગ અને સાધના

  1. કુમારથી 1943 પછીના નિવૃતિ કાળમાં પણ ૧૯૭૭ દુનિયાથી ચીર વિદાય લેતા સુધી સવારે ૪ વાગે ઉઠી જતાં અને કયિક અને કયિક લેખન કે ચિત્ર કામ કરતા. કુમાર અવસ્થામાં મારી પથારી તેમનાજ રૂમમાં રહેતી એટલે તેમની તે સજાગતતાનો હું સાક્ષી છું.
    -કનક ર. રાવળ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s