૧૯૧૬ માં મુન્શીજીને ગુજરાતના ગૌરવનો, દેશભક્તિનો, વતનપરસ્તીનો સંદેશો લોકોને આપવો હતો, એટલે એમણે સોલંકીયુગના સુવર્ણકાળની ઐતિહાસિક કથાને “પાટણની પ્રભુતા”, “ગુજરાતનો નાથ” અને “રાજાધિરાજ” નામની નવલકથાઓમાં ઢાળી, સમ્રાટ કર્ણદેવ, મહારાણી મીનળ, જયદેવ, મુંજાલ, દેવપ્રસાદ, ત્રિભુવનપાળ વગેરે એ સમયના ઐતિહાસિક પાત્રોને જીવતા કર્યા. નવલકથાઓ ટુકડે ટુકડે “વીસમી સદી”માં પ્રગટ થઈ હતી. વીસમી સદીના તંત્રી અને માલિક હાજી મહમ્મદ અલારખિયા શીવજીની ઇચ્છા અનુસાર નવલકથાઓ સચિત્રરૂપે પ્રકાશિત કરવામાં આવેલી. આ નવલકથાના પાત્રો અને પ્રસંગોનું ચિત્રીકરણ રવિશંકરભાઈએ કરેલું. આવા ઝટીલ ઐતિહાસિક પાત્રોની કલ્પના કરી, એમના રંગીન ચિત્રો તૈયાર કરવા એ અતિ કપરૂં કામ હતું. રવિશંકરભાઈએ એ જવાબદારી નિભાવી અને એમની જેમ એમના દોરેલા પાત્રો પણ અમર થઈ ગયા.
સામાન્ય રીતે મારા બધા લખાણ સમયસારિણી (Chronology) અનુસાર હોય છે, પણ અહીં એ ક્રમ ચુસ્તપણે અનુસરવું શક્ય નથી, કારણકે મુન્શીજીના પાત્રો દોરવાની શરૂરાત ૧૯૧૬ થી થઈ પણ એની પુર્ણાહુતિ છેક ૧૯૬૨ માં જ્યારે ભારતિય વિદ્યાભવને એ બધા પાત્રોને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યા ત્યારે થઈ. એટલે મુન્શીજીના પાત્રોની ચર્ચા કરતી વખતે આપણે ૧૯૬૨ સુધી જઈને પાછા સમયસારીણીમાં આવી જશું.
આજે એમાના ત્રણ પાત્રો મુંજાલ, પ્રસન્ન અને કીર્તિદેવના ચિત્રો રજૂ કરૂં છું.
(મુંજાલ મહેતા)
મુંજાલનું ચિત્ર જોઈને મુન્શીજીએ કહેલ્લું, “બસ મારો મુંજાલ આવો જ હતો.” મુંજાલ મહેતા સમ્રાટ કર્ણદેવનો મહાઅમાત્ય હતો. નવલકથામાં મુંજાલ અને મહારાણી મીનળદેવી વચ્ચેની પ્રેમકથા વણી લેવામાં આવી છે.
(પ્રસન્ન)
પસન્ન એ મહારાણી મીનળદેવીની ૧૫ વરસની ભત્રીજી છે, અને મીનળદેવીએ એને ઊછેરી છે. નવલકથામાં પ્રસન્ન અને ૧૭ વરસના ત્રિભુવન નામના પાત્રની પ્રેમકહાણી પણ મીનળ-મુંજાલની પ્રેમકહાણી જેવી જ રસિક છે.
(કીર્તિદેવ)
કીર્તિદેવ મુંજાલનો ગુમસુદા પુત્ર છે. એ પોતાના પિતાને, પોતાના કુળ અને ગોત્રને જાણવા માગે છે. મુંજાલ અને કીર્તિદેવનો મેળાપ એ નવલકથાનો આકર્ષક પ્રસંગ છે.
આ ત્રણે ચિત્રોને, મુન્શીના અમરપાત્રોને કલાગુરૂ રવિશંકર રાવળે કેવી રીતે સજીવન કર્યા એના ઐતિહાસિક ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવે છે.
(ક્રમશઃ)
ખૂબ સરસ નિરૂપણ.એકાદ બે વિચારો
1. આજ કાલમાં ૪ “રવિશંકરો” સાથેનો મારા અંગત પરિચય વિષે એક નોધ મોકલીશ.૨. એક જગાએ મુનશીજીએ પ્રશ્ન મૂક્યો છે.- ગુજરાતનો નાથ કોણ? તે સાથે ત્રણ ચિત્રો સંકળાએલા છે.૩. મિનલદેવીની એક ઈચ્છા હતીકે મુંજાલને ફરી પરણાવવા, તે માટે પ્રસન્ન તેના મનમાં હતી .પણ પ્રસન્ન તો અકાળે મૃત્યુ પામીને? ૪. કિર્તિદેવના જન્મભેદનો પ્રસંગ અને તેનો યોગિની દ્વારા દૈવી સ્ફોટ અદભૂત છે.તે ચિત્ર આ આલ્બમમાં નથી. તે શોધી આપવા પ્રયત્ન કરીશ. Reason is that in 1914-15a Gujarati writer has illustrated the blood test for genetic typing! Just unbelievable
LikeLiked by 1 person
Patrone yathochit nyay aapavama Munshi pavardha hata…
LikeLike
મુન્શીજીની લગભગ બધી ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓ વાંચી છે. એમાં સૌથી પ્રિય હોય તો ‘ગુજરાતનો નાથ’ .
કનકભાઈ સાથે ફોન પર કાલે વાત થઈ. ‘ગુના’ નું સૌથી નાટ્યાત્મક પ્રકરણ – કીર્તિદેવની હત્યા કરવા મુંજાલ વાવવાળી કેદમાં જાય છે; અને કાક સ્મશાનમાંથી પાછો ફરે છે – તેની બહુ વાતો કરી.
Relived those nostalgic memoirs.
મને યાદ છે કે, મૂળ ચોપડી લાયબ્રેરીમાંથી લાવેલો તેમાં ફૂલ સાઈઝનાં ચિત્રો હતાં. પછી પુનર્મુદ્રણ થયેલ આવૃત્તિમાં – કદાચ પરવડે તેવી બનાવવા માટે – ચિત્રો મુક્યાં ન હતાં.
પણ કિશોરવયની કલ્પનાશીલતામાં એ ચિત્રો હજુ જોયા વગર પણ મનઃચક્ષુ સમક્ષ તરવરી ઊઠે છે. ‘ગુના’ ચારેક વખત વાંચેલી છે. જેને વાંચવી હોય તેને માટે નેટ ઉપર પણ છે . આભાર – ન્યુ જર્સીના શ્રી. અનીલ શુકલનો….
http://www.sivohm.com/2015/11/gujarat-no-nath-gujarati-novel-by-k-m.html
LikeLike
ક.મા .મુનશી ની ગુજરાતના ઈતિહાસ પર આધારિત ઐતિહાસિક નવલકથાઓ અને એમાં કલાગુરુ રવિશંકરજીનાં નવલકથાનાં મુખ્ય પાત્રોનાં કલાત્મક ચિત્રોથી જ્યારે શણગારવામાં આવે ત્યારે વાર્તાને માણવાની વાચકની કલ્પનાશક્તિ કેટલી ખીલી ઉઠે ! સાચે જ કળા અને સાહિત્યનો અદભુત સંગમ !
કિશોર અવસ્થામાં વાચનની શરૂઆત મુનશીની નવલકથાઓથી થઇ હતી.આ નવલોની વાત આજે લગભગ ભુલાઈ ગઈ છે. આભાર સુરેશભાઈ નો જેમણે ગુજરાતનો નાથની ઈ-બુકની લીંક આપી અને દાવડાજી નો જેમણે એમની આ લેખ શ્રેણી શરુ કરીને મુનશી સાહિત્યની એ જૂની યાદોને ઢંઢોળી આપી.
LikeLike