કનૈયાલાલ મુન્શી
“વીસમી સદી” માટે રવિશંકરભાઈએ કલાકાર તરીકે કામ કરવાની શરૂઆત કરી, એ વખતે કનૈયાલાલ મુન્શી મુંબઈમાં વકીલાત કરતા હતા, અને ફૂરસદના સમયમાં સામજીક અને ઐતિહાસિક વિષયો લઈ નવલકથાઓ લખતા હતા. હાજી મહમ્મદ અલારખિયાના સૂચનથી નક્કી થયું કે મુન્શીજીની નવલકથાઓના હપ્તા “વીસમી સદી”માં સચિત્ર પ્રગટ કરવા. મુન્શીજી રવિશંકરભાઈને પોતાના પાત્રોની વિશેષતા સમજાવતા અને રવિભાઈ પોતાની કલ્પના અને પીંછીના જોરે એ પાત્રોને કાગળ ઉપર સજીવન કરતા. બન્ને કલા અને સાહિત્યના પ્રેમીઓની આ વ્યવસ્થા “વીસમી સદી” ના બંધ થઈ ગયા પછી પણ વર્ષો સુધી ચાલુ રહી.
અહીં એક વાતનો ખુલાસો જરૂરી છે. હિન્દુસ્તાનમાં કેમેરા ફોટોગ્રાફીની શરૂઆત ૧૮૪૦ પછી થઈ. ૧૮૪૦ માં કલકત્તામાં પ્રથમ ફોટો સ્ટુડિયો સ્થપાયો. ભારતના બધા મોટા શહેરો સુધી ફોટોગ્રાફીને પહોંચતાં બીજા વીસ વરસ લાગેલ. વીસમી સદીની શરૂઆતમાં હિન્દુસ્તાનભરમાં ફોટોગ્રાફીની સગવડ ઉપલબ્ધ થઈ ચૂકી હતી.
આ ખુલાસો મારે એટલા માટે કરવો પડ્યો, કારણ કે મુન્શીજીના ઐતિહાસિક પાત્રો ૧૮૦૦ પહેલાના છે. એ સમયે પોરટ્રેઈટ દોરનારા કલાકારો પણ ઉપલબ્ધ ન હતા. મોટા રાજ્યના રાજાઓ પરદેશ જઈ પોતાના પોરટ્રેઈટ તૈયાર કરાવતા, અથવા યુરોપથી કલાકારોને બોલાવીને પોતાના ચિત્રો તૈયાર કરાવતા. આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે રવિશંકરભાઈના ચિત્રો એમની પોતાની કલ્પના શક્તિ ઉપર આધારિત છે.
બીજો અગત્યનો ખુલાસો એ કરી દઉં કે રવિશંકરભાઈએ આ ચિત્રો દોરવાની શરૂઆત કરી ત્યારે તેમની ઉમ્મર માત્ર ૨૪-૨૫ વર્ષની હતી. ૧૯૧૬ માં મેયો ગોલ્ડ મેડલ મળ્યા પછી એક જ વર્ષમાં એટલે કે ૧૯૧૭ માં એમને બોમ્બે આર્ટ સોસાયટી તરફથી સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો.
ઉપલબ્ધ માહીતિ અનુસાર મુન્શીજી માટે દોરેલા એમના પાત્રો અને પ્રસંગોના કુલ ૩૫ ચિત્રો મળી આવ્યા છે. ૧૯૬૨ માં ભારતિય વિદ્યાભવને રવિશંકરભાઈએ દોરેલા મુન્શીજીના પાત્રોને પુસ્તક આકારે પ્રગટ કરેલા, જેથી આ ધીંગી કલા ભાવિ પેઢીઓ માટે જળવાઈ રહે.
હવે પછીના થોડા હપ્તા, આ પાત્રોના ચિત્રોની ચર્ચા કરીશ.
Dear Sri Davda Saheb,
With this you have touched an unknown history of Gujaratis & their pride.
Keep it up.
– Kirit
________________________________
LikeLike
દાવડા સાહેબ,
કનૈયાલાલ મુન્શી હમેશથી મારા પ્રિય લેખક રહ્યા છે. “પાટણની પ્રભુતા” થી ‘જય સોમનાથ” વારંવાર વાંચી છે. કાક અને મંજરી ઐતિહાસીક પાત્રો ના હોવા છતાં મારા પ્રિય પાત્રો છે.
આપનો ખુબ આભાર લેખક અને રવિશંકર વિશે માહિતી આપવા બદલ અને પાત્રોનો પરિચય કરાવવા બદલ.
LikeLiked by 1 person