રવિશંકરભાઈ–જન્મથી આર્ટ સ્કૂલ સુધી
રવિશંકરભાઈનો જન્મ ૧લી ઓગસ્ટ ૧૮૯૨ ના દિવસે ભાવનગરમાં એક શિક્ષિત, સંસ્કારી અને સુખી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણથી જ રંગીન ચોકસ્ટીક લઈ ચિત્રો દોરવાનો એમને શોખ હતો. પિતાની નોકરી અંગે અનેક વાર અલગ અલગ શહેરોમાં બદલી થવાથી, રવિશંકરભાઈનું શાળાનું ભણતર અલગ અલગ શાળાઓમાં થયું હતું. ૧૯૧૦ માં મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ, એક વર્ષ માટે એમણે સ્થાનિક કોલેજમાં એડમિશન લઈ એક વર્ષ અભ્યાસ કર્યો. કોલેજમાં એક પ્રોફેસરના ધ્યાનમાં રવિશંકરભાઈમાં એક સારા કલાકાર બનવાની સંભાવના જોઈને એમને કોઈ આર્ટ કોલેજમાં અભ્યાસ કરવાની સલાહ આપી. આ સલાહ સ્વીકારી, રવિશંકરભાઈએ મુંબઈની જે.જે.સ્કૂલ ઓફ આર્ટમાં પાંચ વરસ અભ્યાસ કરી,૧૯૧૬ માં ૨૪ વર્ષની વયે ચિત્રકલા વિભાગમાં મેયો ગોલ્ડમેડલ સાથે ડિપ્લોમા મેળવ્યો. અહીંથી એમની કલાના એક પછી એક શિખર સર કરવાની યાત્રા શરૂ થઈ ગઈ.
કલાગુરુ રવિશંકર રાવળ ની પ્રેરણાથી ઘણા જાણીતા કલાકારો ગુજરાતને મળ્યા છે. કલાને ક્ષેત્રે કલાગુરુ બેમિસાલ છે.
LikeLike
આ આજે જાણી આનંદ થયો! આંગણે આવ્યો તો આ જાણવા મળ્યું! શુકન તો સારા થયા હાં!
LikeLike
ચાર રવિશંકર વિશે અનન્ય માહિતી
LikeLike
Bahuj saras mahiti.
LikeLike
કલાગુરુ શ્રી રવિ શંકરની આર્ટ ગેલેરી તો અમદાવાદનું અનન્ય સંભારણું બની રહી છે. આ આર્ટ ગેલેરીએ તો કેટલાય ઉગતા અને નિવડેલા કલાકારોની કલાકૃતિઓને કલા રસિકોને માણવાનો મોકો આપ્યો છે.
LikeLike
તેમનો પરિચય ટૂંકમાં …
https://sureshbjani.wordpress.com/2006/08/01/ravishankar_raval-2/
LikeLike