ચાર રવિશંકર
મારી જાણમાં ચાર રવિશંકર એવા છે કે જેમણે પોતપોતાના ક્ષેત્રોના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે. ચારમાંથી આજે Art Of Living વાળા શ્રી શ્રી રવિશંકર જ હૈયાત છે. સિતારવાદનમાં દુનિયાભરમાં શ્રેષ્ઠ ગણાયલા પંડિત રવિશંકરનું ૨૦૧૨ માં અવસાન થયું. ત્રીજું નામ છે રવિશંકર મહારાજ. આ સમાજસેવકનું નામ બોલતાં જ અનાયાસે બે હાથ જોડાઈ જાય છે અને માથું નમી જાય છે. ૧૯૮૪ માં એમણે આ ધરતી ઉપરથી વિદાય લીધી. ચોથું નામ છે કલાગુરુ રવિશંકર રાવળ. ગુજરાતની ધરતી ઉપર ચિત્રક્લાનું એવું બીજ રોપ્યું, કે ગુજરાતમાં ચિત્રકલા ખૂબ ફૂલીફાલી.
આજથી હું આ કલાગુરૂની સાધના અને સિધ્ધીની વાતો કરવાનો છું. એમના પુત્ર શ્રી કનક રાવળના સૌજન્ય અને સહકારથી, એમની ઉપલબ્ધ કલાકૃતિઓ અને એનું સંક્ષિપ્ત વિવરણ આંગણાંના “લલિતકળા” વિભાગમાં મૂકવાનો છું. આશા છે કે આંગણું આનાથી શોભી ઊઠશે.
ચાર રવિશંકર વિષે સરસ માહિતી સંકલન
LikeLike
ચાર રવિશંકરજી વિશે અનન્ય માહિતી
ચતુર્ભુજ રવિશંકરજીને પ્રણામ
LikeLike